લીમખેડાના પાલ્લી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, મહાકુંભથી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ…4ના મોત, 8 ઘાયલ

Source : કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓને કાળ ભેટ્યો:લીમખેડા હાઇવે પર ઊભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાયું, પતિ-પત્ની સહિત 4નાં મોત, 5થી વધુ ઈજાગ્રસ્ત
મોટી દુર્ઘટના / મહાકુંભમાંથી પરત આવતા ગુજરાતીઓને દાહોદમાં નડ્યો અકસ્માત: 4ના મોત, 8 ઇજાગ્રસ્ત
કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની, મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ ઘાયલ છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલ શ્રદ્ધાળુઓની ટ્રાવેલર રસ્તા પર ઉભેલ ટ્રક સાથે ધમાકેદાર અથડાઈ જેને કારણે ચાર શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા, જયારે આઠ ગંભીર રીતે ઘાયલ છે.

ઘાયલોને સારવાર માટે તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે લીમખેડા લઈ જવામાં આવ્યા હતા. પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. મૃતકોમાં દેવરાજસિંહ લાખાભાઇ નકુમ, જશુબા દેવરાજભાઇ નકુમ, સિદ્ધરાજસિંહ જિતેન્દ્રસિંહ ડાભી અને રમેશગિરિ પ્રતાપગિરિ ગોસ્વામીનો સમાવેશ થાય છે.

શુક્રવારે મોડીરાત્રે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિયલમાં ખસેડાયા.

Previous Article

મહાશિવરાત્રી પર કરો આ વસ્તુઓનું દાન, ભોલેનાથની થશે અસીમ કૃપા, ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિનું થશે આગમન

Next Article

રાજકોટના કોન્ટ્રાક્ટરે વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત, 5 આરોપી પોલિસ હિરાસતમાં, પરંતુ 12 દિવસે પણ 5 શખ્સ હજુ પોલીસ પકડથી દૂર

error: Protected Content!
Exit mobile version