મોડી રાત્રે ઓટો ચલાવતી આ મહિલાનો વીડિયો થયો વાયરલ, કારણ જાણી તમે પણ થઇ જશો ઇમોશનલ

ભીખ માગવાની જગ્યાએ રીક્ષા ચલાવીને ખર્ચ કાઢે છે આ દાદી, જવાન દીકરાથી પરેશાન વૃદ્ધ માતાની કહાની કરી દેશે ઇમોશનલ

રાત્રે ઓટો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતી એક મહિલાની કહાનીએ ઈન્ટરનેટ પર લોકોને ઈમોશનલ કરી દીધા છે. આ સ્ટોરી કન્ટેન્ટ ક્રિએટર આયુષ ગોસ્વામી દ્વારા બનાવેલા વીડિયોમાં સામે આવી છે, જે વીડિયોને અત્યાર સુધીમાં 60 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલાના સંઘર્ષની પ્રશંસા કરી રહ્યા છે. આ 55 વર્ષીય મહિલાની દિનચર્યા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તે તેના સંજોગો સામે લડવામાં અને રોજીરોટી કમાવવામાં વ્યસ્ત છે.

મહિલાએ કહ્યું કે તે સાંજે ઓટો લઈને કામ પર જાય છે અને મોડી રાત્રે ઘરે પરત ફરે છે. તે એકલી માતા છે જેને તેના પુત્ર તરફથી કોઈ મદદ મળતી નથી. મહિલાએ કહ્યું, “દરેકની પોતાની મજબૂરીઓ હોય છે. મારા ઘરમાં પણ મુશ્કેલીનું વાતાવરણ છે, તેથી મારે રાત્રે કામ માટે બહાર જવું પડે છે.” કામ પર જતા પહેલા, તે ઘરના તમામ કામો પૂર્ણ કરે છે જેથી કરીને પરિવારની સંભાળ રાખી શકાય, તેણે કબૂલ્યું કે તેનો એક પુત્ર છે, જે ન તો તેને આર્થિક મદદ કરે છે અને ન તો તેનું સન્માન કરે છે.

પોતાની પીડા વર્ણવતા તે કહે છે, “મારો દીકરો કોઈ કામ કરતો નથી, ઉલટું મારી પાસેથી પૈસા લે છે, મારપીટ કરે છે અને ઘરમાં તોડફોડ કરે છે. મારા પોતાના બાળકો મને માન આપતા નથી, તો હું શું કહું ? ભીખ માંગવા કરતા તો સારુ છે કે મહેનત કરી પૈસા કમાઉ.” આ વીડિયો જોઇ લોકો મહિલાની હિંમત અને સંઘર્ષને સલામ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં મહિલાના પુત્રની આકરી ટીકા કરી અને મહિલાના જીવન સંઘર્ષને પ્રેરણાદાયી ગણાવ્યો તેમજ તેમના સમર્પણની પ્રશંસા કરી.

Shah Jina
Exit mobile version