ATMની અંદર સૂતા હતા ત્રણ લોકો, કમરમાં દબાવી રાખી હતી દારૂની બોટલ- વાયરલ વીડિયો જોઇ લોકોનો ફૂટ્યો ગુસ્સો

પંજાબના પટિયાલાનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ લોકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એર કન્ડિશન્ડ એટીએમની અંદર સૂતા જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે યુઝરે લખ્યું કે, “આકરી ગરમીના કારણે લોકોને બેંકના ATM- # Patialaમાં આશ્રય લેવાની ફરજ પડી રહ્યા છે.”

આ વીડિયોએ લોકોનું ઓનલાઈન ધ્યાન ખેંચ્યું છે. વાયરલ વીડિયોમાં ત્રણ લોકો પોતાની આસપાસની દુનિયાથી સંપૂર્ણપણે હળવા અને બેધ્યાન રહેતા જોઈ શકાય છે. આ ઉપરાંત કમરમાં દારૂની બોટલ પણ જોવા મળી રહી છે. વીડિયો જોઇ કેટલાક લોકોનું માનવું છે કે તીવ્ર ગરમીના કારણે આ લોકો છાંયડો અને એસી શોધી રહ્યા હતા.

જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે એટીએમ જેવા કેટલાક જાહેર સ્થળોમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ઘટનાની ટીકા કરતા જોવા મળી રહ્યા છે અને સુરક્ષા ગાર્ડની ગેરહાજરી પર સવાલો ઉઠાવી રહ્યા છે.

Previous Article

શ્રીનાથજી અને દ્વારિકાધીશનું અપમાન? ગુજરાત હાઇકોર્ટે આપ્યો આ હુકમ, આમિર ખાનના દીકરાની ડેબ્યુ ફિલ્મ 'મહારાજ' ફસાઇ વિવાદોમાં

Next Article

700 રૂપિયાની નોકરીથી કેવી રીતે 'તારક મહેતા'નો બાઘો બન્યો એક્ટર તન્મય વેકરિયા...જાણો સંઘર્ષની કહાની

error: Protected Content!
Exit mobile version