ગાંધી જયંતિ પર દેશને મળશે ગુજરાતમાં બનેલી કોરોના વેક્સિન

દેશની પહેલી DNA આધારિત વેક્સિન ગુજરાતે બનાવી

દેશમાં કોરોના વાયરસના ચેપનો દર સતત ઘટી રહ્યો છે. બીજી તરફ, રસીકરણ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન, દેશ થોડા દિવસોમાં કોરોના સામેની લડાઈમાં બીજી રસી મેળવવા જઈ રહ્યો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર અને ઝાયડસ કેડિલા આ અઠવાડિયે વિશ્વની પ્રથમ કોવિડ વિરોધી ડીએનએ રસી ZyCoV-D ની કિંમત નક્કી કરી શકે છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, રસી ગાંધી જયંતિના પ્રસંગે 2 ઓક્ટોબર, શનિવારે લોન્ચ થઈ શકે છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે ગયા મહિને ઝાયડસ કેડિલાની સ્વદેશી રીતે વિકસિત સોય મુક્ત કોવિડ -19 રસી ઝાયકોવ-ડીને ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન (EUA) આપી હતી. આ રસી દેશના 12-18 વર્ષ સુધીના યુવાનોને આપવાની છે.

તમને જણાવી દઈએ કે જાયકોવ-ડી પ્લાઝમિડ ડીએનએ રસી છે. પ્લાઝમિડ્સ મનુષ્યમાં જોવા મળતા DNA નો એક નાનો ભાગ છે. આ રસી માનવ શરીરમાં કોષોની મદદથી કોરોના વાયરસનું ‘સ્પાઇક પ્રોટીન’ તૈયાર કરે છે, જે શરીરને કોરોના વાયરસના મહત્વપૂર્ણ ભાગને ઓળખવામાં મદદ કરે છે. આ રીતે આ વાયરસની રોગપ્રતિકારક શક્તિ શરીરમાં તૈયાર થાય છે.

જણાવી દઈએ કે, આ રસીની અસરકારકતા 66 ટકા છે અને તેને બે થી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવી પડશે. તેના ત્રણ ડોઝ લાભાર્થીઓને આપવામાં આવશે. પ્રથમ ડોઝના 28 દિવસ પછી બીજો ડોઝ અને 56 દિવસ પછી ત્રીજો ડોઝ આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, ‘તેની કિંમત પણ એક સ્પષ્ટ મુદ્દો છે. વાતચીત ચાલી રહી છે જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તે પછી તે દેશના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ બનશે. અમે લાભાર્થીઓ અથવા લક્ષિત જૂથ કે જેને રસી આપવાની છે તે અંગે NTAGI ની ભલામણો પ્રાપ્ત કરવા માટે આતુર છીએ. કામ પ્રગતિમાં છે અને આવનારા સમયમાં તમે તેના વિશે વધુ સારા સમાચાર સાંભળશો.

YC