મંગેતરે પાકિસ્તાનની મજાક ઉડાવી ત્યારે આ પાકિસ્તાની અભિનેત્રીનો જીવ બળીને ખાખ થઇ ગયો અને અચાનક જ

ક્રિશ્ચિયને પાકિસ્તાની લોકોને એવું એવું કહ્યું કે આ હસીનાએ સગાઇ તોડી નાખી, જાણો એવું તો શું શું કહ્યું વળી પાકિસ્તાની અભિનેત્રી ઝોયા નાસિરે એક ટ્વીટને કારણે તેના મંગેતર સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ઝોયાએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેના મંગેતર અને જર્મન બ્લોગર ક્રિશ્ચિયન બેટજમેન તેના બ્લોગમાં ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વિવાદ અંગે પાકિસ્તાનની મજાક ઉડાવવા અંગે તેમના વિચાર મુક્યા હતા.

પાકિસ્તાનને થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેની ગર્લફ્રેન્ડ અને મંગેતરને આ પસંદ આવ્યું ન હતું અને તેઓએ દેશ અને ધર્મને કારણે તેમની સગાઈ તોડી નાખી હતી. હવે ઝોયાનો આ નિર્ણય ચર્ચાનો વિષય બની ગયો છે. ક્રિશ્ચિયન એક જર્મન બ્લોગર છે. આ દિવસોમાં તેની એક પોસ્ટ પર ખૂબ જ હંગામો સર્જાયો હતો.

તેને પોસ્ટમાં લખ્યું હતું કે આ સમયે પ્રાર્થના કરવાથી કોઈ ફાયદો થશે નહીં. ક્રિશ્ચિયનએ પેલેસ્ટાઇનના સમર્થનમાં અવાજ ઉઠાવનારા પાકિસ્તાનીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

જ્યારે તમે તમારા પોતાના દેશને બરબાદ કરી રહ્યા હોય ત્યારે અન્ય લોકો માટે ખરાબ લગાવવાનું બંધ કરો, જ્યારે તમે તમારા સમાજ અને લોકોની મદદ કરી શકતા નથી. આ પછી ઝોયાએ પણ તેનો નિર્ણય લીધો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેને કહ્યું હતું કે તે અને ક્રિશ્ચિયન હવે સાથે નથી.

 

View this post on Instagram

 

A post shared by Zoya Nasir (@zoyanasir)

તેઓએ સગાઈ તોડી નાખી છે. ઝોયાએ લખ્યું, ‘કેટલીક ધાર્મિક અને સામાજીક સીમાઓ હોય છે જેને પાર કરાતી નથી. ઝોયાએ વધુમાં કહ્યું કે કેટલીક ધાર્મિક અને સામાજિક સીમાઓ છે જેને પાર કરી શકતી નથી. તેથી મેં અલગ થવાનું નક્કી કર્યું છે. એક બીજા પ્રત્યે સહનશીલતા, આદર એ ગુણો છે જે આપણે હંમેશા અનુસરવા જોઈએ. હું મારા અલ્લાહને પ્રાર્થના કરીશ કે મારા વિશ્વમાં ચાલી રહેલી ભાવનાત્મક વિનાશનો સામનો કરવાની શકી આપે.

ઝોયાએ વધુમાં કહ્યું કે કેટલીક ધાર્મિક અને સામાજિક સીમાઓ છે જેને પાર કરી શકાતી નથી. તેથી મેં અલગ થવાનું નક્કી કર્યું છે એકબીજા પ્રત્યે નમ્રતા, સહનશીલતા અને આદર એ ગુણો છે જે આપણે હંમેશાં અનુસરવા જોઈએ. આગળ, ઝોયા લખે છે’હું મારા અલ્લાહને પ્રાર્થના કરીશ કે તે મને વિશ્વમાં ચાલી રહેલી ભાવનાત્મક વિનાશનો સામનો કરવાની શક્તિ આપે. હું ક્રિસને તેજસ્વી અને સુખી ભવિષ્યની કામના કરું છું.

ઝોયાના મંગેતર ક્રિશ્ચિયન પણ આ મામલે સોશિયલ મીડિયા પર બોલ્યા છે. તે કહે છે કે તેની વાતો ખોટી રીતે બતાવામાં આવે છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ લખીને ઝોયાની વાતોનો ચોક્કસ જવાબ આપ્યો છે.

તેણે કહ્યું હતું કે તે વધુ સારું પાકિસ્તાન જોવા માંગે છે, તેથી તેણે આ રીતે પાકિસ્તાનની ટીકા કરી છે. ક્રિશ્ચિયનએ પોસ્ટમાં કહ્યું છે કે તેણે ક્યારેય કોઈ ધર્મ કે પ્રાર્થનાની મજાક નથી કરી. તે કહે છે, “મને ખબર પડી કે ઇસ્લામ શાંતિનું પ્રતિક છે પરંતુ જ્યારે હું પાકિસ્તાનીઓની સોશ્યલ મીડિયા ટિપ્પણી જોઉં છું ત્યારે મને શાંતિ દેખાતી નથી.”

મેં નફરત અને હિંસા જોઈ છે. કોઈની વાતો ફેરવીને કોઈની સામે નફરત ફેલાવવી સરળ છે. હું હંમેશાં પેલેસ્ટાઈનો સાથે હતો અને મારા મુસ્લિમ ભાઈઓ સાથે પણ, મેં ક્યારેય ઇઝરાઇલનું સમર્થન નથી કર્યુ.

આટલું જ નહીં ક્રિશ્ચિયનએ આ સંબંધ અંગે ઝોયા માટે એક પોસ્ટ પણ શેર કરી છે. આ પોસ્ટમાં, તેમણે ઝોયાના વધુ સારા જીવન માટે પ્રાર્થના કરી છે. એવું પણ કહેવામાં આવ્યું કે તે બંનેનો વિચારો અને જીવનનો અભિગમ ખૂબ જ અલગ છે.

Patel Meet