ખબર

હવે થશે ડ્રોનથી ડિલિવરી, ઓર્ડર કર્યાની 15 મિનિટમાં જ તમારી પાસે પહોંચી જશે તમારું ફૂડ પાર્સલ

ઓનલાઇન ઓર્ડરિંગ અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ કહ્યું કે તેમને હાઈબ્રીડ ડ્રોનનો ઉપયોગ કરીને પોતાની પહેલી ડ્રોન ડિલિવરીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધું છે. જેને ફૂડ પેકેટ ડિલિવર 10 મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપ્યું અને આ દરમ્યાન ડ્રોને મહત્તમ 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી હતી. કંપનીનું માનવું છે કે આ ટેક્નોલોજીથી ગ્રાહકો સુધી ફૂડ ડિલિવર કરવાનો સમય ઓછો કરી શકાશે.

Image Source

Zomatoએ જણાવ્યું કે ડીજીસીએ દ્વારા મંજૂર કરવામાં આવેલા સ્થળોમાંથી એક જગ્યાએ ગયા અઠવાડિયે ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રકારના પરીક્ષણ ખૂબ જ દૂરના સ્થળોએ કરવામાં આવે છે, જેને ખાસ કરીને આ પ્રકારના પરીક્ષણ કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જો કે તેમને એ ચોક્કસ સ્થળનો ખુલાસો નથી કર્યો કે જ્યા ડ્રોને પેકેટ ડિલિવર કર્યા. Zomatoના આ હાઈબ્રીડ ડ્રોને પાંચ કિલોની ડિલિવરી કરી છે, જે સંપૂર્ણપણે સ્વયંસંચાલિત હતી.

Image Source

Zomatoના સ્થાપક દીપિન્દર ગોયલે ટ્વીટ કરીને કહ્યું કે ફૂડ ડિલિવરીના સમયને 30 મિનિટથી 15 મિનિટ કરવાનો એક જ સરળ રસ્તો છે અને એ છે હવાના રસ્તે પાર્સલ ડિલિવર કરવામાં આવે કારણ કે રોડથી ફાસ્ટ ડિલિવરી શક્ય નથી. હવે ડ્રોનથી ફૂડ ડિલિવરી કરવાનું સપનું નહીં રહે, અમે ઘણા દિવસોથી એક સુરક્ષિત ટેક્નોલોજી બનાવવાને લઈને કામ કરી રહયા હતા.

આ હાઈબ્રીડ ડ્રોન રોટરી વિંગ્સ સાથે ફિક્સ્ડ વિંગનું કોમ્બિનેશન હશે, જે 5 કિલો વજન લઈને ઉડી શકવામાં સક્ષમ છે. સુરક્ષા માપવા માટે આ ફૂલી ઓટોમેટેડ ડ્રોનનું પાયલોટની હાજરીમાં પરીક્ષણ થયું હતું, જે સફળ રહ્યું. હાલ બાઈકથી ફૂડ ડિલિવરી કરવામાં સરેરાશ 30 મિનિટનો સમય લાગે છે, જેને ડ્રોનની મદદથી ઓછો કરવામાં આવશે. થોડા મહિના અગાઉ કંપનીએ લખનઉની ડ્રૉન સ્ટાર્ટઅપ કંપની સાથે હાથ મેળવ્યા છે. આ ટેક્નિક સાથે પાર્સલ ડિલિવર કરવાના સમયને ઓછો કરવાની સાથે જ પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાઓ પણ ઓછી કરી શકાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks