ખબર

પિતા બનવા પર આ કંપની આપી રહી છે 6 મહિનાની રજા, સાથે આટલા હજાર રૂપિયાની આર્થિક મદદ પણ

‘માં’ બનવું એક મહિલા માટે સૌથી ખુશી અને ગર્વનો સમય હોય છે.એવામાં તેઓને 26 અઠવાડિયા એટલે કે 6 મહિનાની મૈંટર્નિટી લિવ પણ મળે છે જેથી તેઓ પોતાની સાથે સાથે પોતાના બાળકનું પણ સારી રીતે ધ્યાન રાખી શકે.એવામાં સૌથી મોટો સવાલ એ ઉદ્દભવે છે કે આખરે પિતાની સાથે આવું શા માટે નહિ?

Image Source

સરકારી નિયમોના આધારે કામકાજી મહિલાઓમાં માં બન્યા પછી બાળકની દેખભાળ માટે 26 અઠવાડિયાની રજા આપાઆમાં આવે છે, જ્યારે બીજી તરફ પુરુષો માટે કોઇ સુવિધા આપવામાં નથી આવી.જયારે અમુક જગ્યાઓ પર તેઓને છ દિવસ કે 15 દિવસની રજાઓ આપવામાં આવે છે. તેના ચાલતા ફૂડ એગ્રીગેટર કંપની ઝોમૈટોએ એક નવી પહેલ કરી છે.જેમાં પિતા બનવા પર પણ એટલી જ રજાઓ મળશે જેટલી મહિલાને મળે છે અને સાથે જ આર્થિક મદદ પણ આપવામાં આવશે.

Image Source

કંપનીએ 26 અઠવાડિયાની પૈંટર્નીટી લીવની ઘોષણા કરી છે. ઝોમૈટોના ફાઉન્ડર ‘દીપિન્દર ગોયલ’એ સોમવારના રોજ એક બ્લોગમાં કહ્યું કે,”નવા બાળકના આ દુનિયામાં સ્વાગત કરવાને લઈને મહિલાઓ અને પુરુષો માટે રજાઓની અલગ અલગ વ્યવસ્થા ખુબ જ અસંતુલિત છે.અમને લાગે છે કે આવનારા સમયમાં પુરુષો અમે મહિલાઓ માટે પૈરન્ટલ લિવ પોલિસીમાં બિલકુલ પણ અંતર નહિ હોય”.

Image Source

ઝોમૈટો દ્વારા કરવામાં આવેલી આવી અનોખી શરૂઆત પછી પુરુષ વર્ગ પણ હવે પૈંટર્નીટી રજાનો ફાયદો ઉઠાવી શકશે.સરળ ભાષામાં કહીયે તો પિતા બનવા પર પુરુષ વર્ગને પણ હવેથી રજાઓ મળશે.

Image Source

ઝોમૈંટો ફાઉન્ડર દીપિન્દર ગોયલે યુનિવર્સલ પેડ પૈંટર્નલ લીવની અનુપસ્થિતિને મુખ્ય મુદ્દો જણાવ્યા કહ્યું કે,”તેને લીધે જ કંપનીઓમાં ટોચના સ્થાનો પર મહિલાઓની સંખ્યા ઓછી છે”.ગોયલે કહ્યું કે,”દુનિયાભરમાં મોટાભાગની કંપનીઓમાં મુખ્ય કે ટોચના સ્થાન પર પુરુષોની સંખ્યા વધારે છે અને જો કોઈ સંસ્થાન સિનિયર રેન્ક પર લૈંગિક સંતુલન પર ધ્યાન આપવા માગે તો તે લગભગ અસંભવ થઇ જાય છે, કેમ કે ભર્તીમાં પૂર્વાગ્રહ તેના અડચણમાં આવી જાય છે”.

Image Source

માં ની જેમ મળશે છ મહિનાની રજા:

Image Source

ઝોમૈટોની રજાની આ નવી પોલિસી સેરોગેસી,એડોપ્શન અને સમલૈંગિક પાર્ટનરો પર પણ લાગુ પડશે. ખાસ વાત એ છે  કે પેરેંટ્સને કંપનીના તરફથી પ્રતિ સંતાન 1,000 ડોલર એટલે કે 70,000 રૂપિયાની આર્થિક મદદ પણ આપવામાં આવશે.પોલિસીમાં આ બદલાવ તે કર્મચારીઓ પર પણ લાગુ પડશે જે આગળના છ મહિનાના દરમિયાન માતા કે પિતા બન્યા છે.

Image Source

પહેલા 12 અઠવાડિયાની હતી મૈટર્નિટી લિવ:

Image Source

જણાવી દઈએ કે પહેલા ભારતમાં કામકાજી મહિલાઓ માટે મૈટર્નિટી લિવ 12 અઠવાડિયા માટે જ હતી.વર્ષ 2017 માં તેને વધારીને 26 અઠવાડિયા કરવાના પ્રસ્તાવ પર સંસદે મંજૂરી આપી દીધી હતી. ભારતથી વધારે રજાઓ માત્ર કેનેડા અને નોર્વે માં આપવામાં આવે છે. કેનેડામાં 50 અઠવાડિયા અને નોર્વે માં 44 અઠવાડિયાની લિવ મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks