ખબર

ઓનલાઇન ઓર્ડર કેન્સલ કરવા પર ગુસ્સે થયેલા ડિલિવરી બોયે છોકરી સાથે કર્યું આવું કામ, યુવતીએ વીડિયો દ્વારા જણાવી આપવીતી

આજકાલ લોકો વ્યસ્ત રહેવાના કારણે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપનો આશ્રય લેતા હોય છે. આવી જ એક મહિલાએ તેના ઘરે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ Zomato પરથી ખાવાનું ઓર્ડર કર્યુ પરંતુ તેની સાથે જે થયુ તે સાંભળીને તમે તો હેરાન જ રહી જશો.

હકીકતમાં ફૂડ ડિલિવરી લેટ થઈ હોવાને કારણે મહિલાએ તેનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એની થોડીવાર પછી જ ડિલિવરી બોય જમવાનું લઈને ઘરે પહોંચ્યો હતો, પરંતુ જ્યારે મહિલાએ ડિલિવરી લેવાની ના પાડી તો ડિલિવરી બોય એટલો ગુસ્સે થઈ ગયો અને તેણે મહિલાના ચહેરા પર એક પંચ મારી દીધો હતો. મહિલાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. નાકનું હાડકું તૂટી જવા જવાના કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે અને ઓપરેશન કરવું પડશે.

બુધવારે 10 માર્ચે શેર કરેલા આ વીડિયોમાં બેંગલુરૂની બ્યુટી ઇંફ્લૂએંસર હિતેશા ચંદ્રાણીએ ઝોમેટો ડિલીવરી બોય પર ફિઝિકલી અબ્યુઝ કરવાનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં હિતેશા સતત રોઇ રહી છે અને તેના નાકથી લોહી પણ નીકળી રહ્યુ છે.

આ મહિલાએ વીડિયા બનાવીને આ ઘટના વિશે બધાને જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ આ વીડિયો વાયરલ થવા લાગ્યો છે. મહિલાએ વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

મહિલાએ જણાવ્યું હતું કે તેણે ઝોમેટો દ્વારા ખાવાનું ઓર્ડર કર્યું હતું. ઓર્ડરમાં લેટ થવાને કારણે તેણે કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો હતો અને ખાવાનું સમયસર ના પહોંચવાને કારણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. તે જે સમયે કસ્ટમર કેરમાં વાત કરતી હતી એ સમયે જ ડિલિવરી બોય તેના ઘરે પહોંચ્યો હતો.

ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ આ આરોપોનો જવાબ આપ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઝોમેટોએ તેના નિવેદનમાં કહ્યુ છે કે, આ અનુભવ ખૂબ જ ખરાબ હતો. અમારી ડિલિવરી આવી વાતો માટે બિલકુલ કરવામાં આવતી નથી. અમારા સ્થાનિક રિપ્રેઝન્ટેટિવ જલ્દી જ તમારી સાથે સંપર્ક કરશે.

અમે પોલિસ તપાસથી લઇને મેડિકલ કેર સુધી તમારી સાથે મદદમાં રહીશું. આ સાથે જ ઝોમેટોએ એ પણ લખ્યુ કે, અમે નથી કહી શકતા કે અમને કેટલો અફસોસ છે. તમે નિશ્ચિંત રહો, અમે આવા બધા પર જરૂરી પગલા ભરીશુ જેને કારણે ભવિષ્યમાં આવી કોઇ પણ ઘટના ના બને.