ખબર

ઝોમેટો ડિલિવરી બોય કેન્સલ કરાયેલા ઓર્ડરનો કંઈક આવી રીતે કરે છે ઉપયોગ, જાણીને હેરાન જ રહી જશો…

આજના ટેક્નોલોજીના સમયમાં અવનવી સુવિધાઓ આવી ગઈ છે.એવામાં આજના વ્યસ્ત સમયમાં લોકોને ઘરે જ જમવાનું પહોંચાડવાનું પણ ઉપલબ્ધ થઇ ગયું છે. આજે ઘરે બેઠા જ જે તે વ્યક્તિ ઓનલાઇન જમવાનું ઓર્ડર કરી શકે છે. હાલ એવી ઘણી કંપનીઓ છે જેઓ ફૂડની ડિલિવરી કરે છે. જેમ કે ઝોમેટો,સ્વિગી,લંચ બોક્ષ,ઉબેર ઇટ્સ વગેરે.

Image Source

એવામાં હાલના સમયમાં ઝોમેટો કંપનીમાં કામ કરતો એક ફૂડ ડિલિવરી બોય ચર્ચાનો વિષય બની ગયો છે.કલકતાનો રહેનારો પ્રથીક્રીત સાહા નામનો ડિલિવરી બોય લોકો દ્વારા કેન્સલ કરવામાં આવેલા ઓર્ડરનો કંઈક એવી રીતે ઉપીયોગ કરતો હતો કે જેનાથી તે આજે ચારે તરફ ચર્ચામાં આવી ગયો છે. તેના આ ઉમદા કામને લીધે લોકો પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Image Source

રિપોર્ટ અનુસાર એ જાણવા મળ્યું છે કે પ્રથીક્રીત કેન્સલ કરેલા ઓર્ડરને ફેંકવાને બદલે ગરીબ બાળકોમાં જમવાં માટે વહેંચી દેતો હતો. તેની આ દરિયાદિલી થી આજે દરેક લોકો પ્રભાવિત થઇ ગયા છે. પ્રથીક્રીત નામ ના આ ડિલિવરી બોય ને બાળકો ‘રોલ કાકા’ તરીકે પણ ઓળખે છે. આ ડિલિવરી બોય જો કોઈ વ્યક્તિ પોતાનો ઓર્ડર કેન્સલ કરી નાખે તો તે ઓર્ડર ને ફેંકવા ની જગ્યાએ તે આહાર થી આ ગરીબ અને અનાથ બાળકોના પેટનો ખાડો પૂરતો હતો.

Image Source

પ્રથીક્રીતના અનુસાર ચાર વર્ષ પહેલા તે એકવાર તે પોતાના ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે જ એક ગરીબ અને લાચાર બાળક તેની પાસે પૈસા માટે ભીખ માંગવા લાગ્યો. જો કે તેને જોઈને પ્રથીક્રીતનું હૃદય પીગળી ગયું પણ એ જાણીને તેને ખુબ નવાઈ લાગી કે આ છોકરો ડ્રગ્સનું સેવન કરતો હતો જેને લીધે તે પૈસા માટે કરગરી રહ્યો હતો.અને તેને સમજાવવા છતાં પણ તે ના માન્યો તો પ્રથીક્રીતે તેને ગુસ્સાથી તમાચો પણ મારી દીધો. કેમ કે તે ગરીબ છોકરો ડ્રગ્સ માટે પૈસાની માંગણી કરી રહ્યો હતો.

Image Source

જો કે પ્રથીક્રીતના થપ્પડ મારવાને લીધે બાળક ખુબ રડવા લાગ્યો અને પોતાની વ્યથા જણાવી તો પ્રથીક્રીતનું દિલ પણ ઉભરાઈ આવ્યું અને વિચાર આવ્યો કે આવા તો દેશમાં એક અહીં પણ અનેક ગરીબ બાળકો હશે જેઓ ભોજન માટે તરસી રહયા હશે. બસ તે જ દિવસ પછીથી પ્રથીક્રીતે નિર્ણય લઇ લીધો કે જયારે પણ કોઈ ગ્રાહકનો ઓર્ડર કેન્સલ થાશે તો તે આવા બાળકોમાં વહેંચી દેશે.

Image Source

પ્રથીક્રીતના અનુસાર તે આવી રીતે ઘણીવાર બાળકોને ચિકન,ઈંડા, બિરિયાની જેવી વિવિધ વાનગીઓ આવા અનાથ, ગરીબ અને લાચાર બાળકોને આપી દેતો હતો અને તેનું પેટ ભરતો હતો.પ્રથીક્રીતના આવા નિર્ણયનું એક બીજું કારણ એ પણ હતું કે ભૂખની લાલચમાં કોઈ બાળક ખોટા રસ્તા પર ના ચઢી જાય, જેવી રીતે પેલો બાળક ડ્રગ્સની આદતમાં ફસાઈ ગયો હતો.

Image Source

જો કે તેની પહેલા પણ એક ઝોમેટો ડિલિવરી બોય ખુબ ચર્ચામાં આવ્યો હતો. તેના ચર્ચાનું કારણ એ હતું કે પોતે દિવ્યાંગ હતો છતાં પણ હાથથી સાઇકલ ચલાવીને લોકોને ફૂડની ડિલિવરી સમયસર પહોંચાડતો હતો.આ ડિલિવરી બોયનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો હતો.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks