હનુમાન જયંતી 2023 : આ 4 રાશિઓ પર મહેરબાન રહે છે રામ ભક્ત હનુમાન, ધન લાભ સાથે બધા સંકટથી પણ રહે છે મુક્ત

ભગવાન હનુમાન આ 4 રાશિઓ પર હંમેશા રહે છે મહેરબાન, મળે છે ધન લાભ અને સફળતાઓ

હનુમાનજી જલ્દી પ્રસન્ન થઇ જાય તેવા દેવતા છે અને કળયુગમાં આજે પણ સશરીર વિચરણ કરે છે. હનુમાનજીને ભગવાન શિવનો રુદ્રાવતાર માનવામાં આવે છે. જે ભક્ત હનુમાનજીની સાચા મનથી પૂજા કરે છે, તેની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ફળદાયી છે. આ દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવા પર હનુમાનજી વિશેષ આશીર્વાદ વરસાવે છે.

હિંદુ કેલેન્ડર અનુસાર, ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ તિથિનું વ્રત રાખીને હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જે ભક્ત હનુમાનજીની નિયમિત પૂજા કરે છે તેના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. જ્યોતિષ અનુસાર, હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં હાજર તમામ પ્રકારના ગ્રહ દોષોથી પણ મુક્તિ મળે છે અને અમુક રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હંમેશા રહે છે.

મેષઃ- રાશિચક્રમાં પ્રથમ રાશિ મેષ છે અને આ રાશિના સ્વામી ગ્રહ મંગલદેવ છે. મેષ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. જો આ રાશિના લોકો મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરે અને ચાલીસાનો પાઠ કરે તો તેમના જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ રાશિ પર હનુમાનજીની કૃપા થવાથી વ્યક્તિને પરેશાનીઓમાંથી જલ્દી મુક્તિ મળે છે અને દરેક કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે.

સિંહઃ આ રાશિના લોકો પર હનુમાનજીની કૃપા હંમેશા રહે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે અને સૂર્ય હનુમાનજીનો ગુરુ છે, આવી સ્થિતિમાં હનુમાનજી સિંહ રાશિના લોકો પર વિશેષ કૃપા રાખે છે. આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા અવશ્ય કરવી. હનુમાનજીની પૂજા કરવાથી આ રાશિના લોકોને સમાજમાં સારું સન્માન અને કીર્તિ મળે છે. આવા લોકો પર હનુમાનજીની કૃપા હોવાથી તેઓ કોઈપણ મુશ્કેલ કાર્ય કરવામાં પાછળ પડતા નથી.

વૃશ્ચિક: આ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિના લોકોને હનુમાનજીનો વિશેષ આશીર્વાદ મળે છે, જેના કારણે તેમને સારી નોકરી, પ્રતિષ્ઠા અને વેપારમાં સારો નફો મળે છે. તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સુખ, સમૃદ્ધિ અને કીર્તિ મળે છે. જીવનમાં એશો આરામ અને સુનિધાની કોઈ કમી નથી રહેતી.

કુંભ: કુંભ રાશિ પણ હનુમાનજીની પ્રિય રાશિઓમાંની એક છે. શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. જે ભક્ત હનુમાનજીની નિયમિત પૂજા કરે છે તેને હનુમાનજીની સાથે ભગવાન શનિની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવા લોકોનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું હોય છે. માન-સન્માનમાં વધારો થાય છે.

Shah Jina