જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિના પુરુષોને મળે છે ગુસ્સાવાળી પત્નીઓ, દરેક રીતે સારી હોવા છતાં ગુસ્સાના કારણે સંબંધમાં આવે છે ખટાશ

આ 5 રાશિના પુરુષોને મળે છે ગુસ્સાવાળી પત્નીઓ, જેથી હંમેશા દુઃખી દુઃખી રહે છે

આપણા દેશમાં લગ્ન એટલે સાત જન્મનું બંધન માનવામાં આવે છે, અને લગ્ન માટે ઘણી બાબતોનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે, જેમાં ખાસ કુંડળીમાં લોકો માનતા હોય છે,અને કુંડળી જોઈને જ ઘણા લોકોના લગ્ન થતા હોય છે, તેની અંદર રાશિનું પણ ઘણું મહત્વ રહેલું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના લોકોને તેમની રાશિ અનુસાર પત્ની મળતી હોય છે. એવું જ 5 રાશિના લોકોના જીવનમાં હોય છે. તેમને ગુસ્સાવાળી પત્નીઓ મળે છે. આવી પત્નીઓ બધી જ રીતે સારી હોવા છતાં પણ તેમના ગુસ્સા ઉપર કાબુ નથી મેળવી શકતી અને તેના કરે જ સંબંધોમાં ખટાશ પણ આવે છે. આજે આપણે જોઈએ એવી 5 રાશિના પુરુષો વિષે જેમને ગુસ્સાવાળી પત્ની મળશે.

Image Source

1. મિથુન:
આ રાશિના જાતકોની પત્ની એવું માને છે કે તે જે પણ કોઈ નિર્ણય કરે છે તે સાચો જ હોય છે. તે પોતાની વાત ઉપ્પર પણ અડીખમ રહે છે. અને કોઈપણ જગ્યાએ પોતાનો પક્ષ રાખી દે છે જેના કારણે આવી પત્નીના જાતકોને થોડા સાવચેત રહેવાની પણ જરૂર પડે છે, નહિ તો આવી પત્નીઓ જાહેરમાં પણ નીચું બતાવી શકે છે.

Image Source

2. સિંહ:
સિંહ રાશિના જાતકોની રાશિ ભલે સિંહ હોય પરંતુ તે પોતાની પત્ની આગળ કઈ બોલી શકતા નથી, પત્ની પોતાના ગુસ્સા દ્વારા તેમના પતિને પોતાના કાબુમાં રાખે છે,આવી પત્નીઓ જાહેરમાં બધા સાથે પ્રેમથી વર્તે છે પરંતુ પોતાના પતિની સામે તેનો ગુસ્સો ફાટી નીકળે છે. જો કે સ્વભાવની રીતે આવા જાતકોની પત્ની સ્વભાવે સાવ સરળ હોય છે અને એકવાર ગુસ્સો કર્યા બાદ તે પોતાની જાતેજ શાંત થઈને માફી પણ માંગી લે છે.

Image Source

3. તુલા:
આ રાશિના જાતકોની પત્ની ખુબ જ હોશિયાર અને ચપળ હોય છે, તે ગમે તેમ કરીને પોતાની વાત મનાવી લે છે, પરંતુ તેનો સ્વાભાવ પણ ખુબ જ ગુસ્સાવાળો હોય છે અને જયારે તેમને ગુસ્સો આવે છે ત્યારે  કાંઈજ વિચારતી નથી, અને પતિ પણ ક્યારેક આ ગુસ્સાની ચપેટમાં આવી જાય છે.

Image Source

4. વૃશ્ચિક:
આ રાશિના જાતકોની પત્નીને સમજવી થોડી અઘરી છે. તે હંમેશા લડવાના મૂડમાં રહે છે, તેના પતિને પણ ખબર નથી હોતી કે તેની પત્નીને ક્યારે ગુસ્સો આવી શકે છે. તેનો સ્વભાવ પણ થોડો ચીડિયો હોય છે. જેના કારણે વાતે વાતે તે ગુસ્સે પણ થઇ જાય છે.

Image Source

5. ધન:
આ રાશિના જાતકોની પત્ની જાહેરમાં તેના પતિ ઉપર ક્યારેય ગુસ્સે થતી નથી, પરંતુ એકલામાં તે પોતાના પતિ ઉપ્પર ગુસ્સો ઠાલવે છે. આ રાશિના જાતકો પણ તેમની પત્નીને ખુબ જ સારી રીતે રાખે છે તે છતાં પણ તેમની પત્ની પતિના પ્રેમની કદર કરતી નથી.