38 પત્નીઓ, 89 બાળકો, 14 વહુઓ અને 33 પૌત્ર પૌત્રીઓનો પરિવાર ધરાવતા વ્યક્તિનું થયું નિધન

દુનિયાની અંદર સૌથી મોટો પરિવાર ધરાવનાર વ્યક્તિનું હાલમાં નિધન થયું હોવાની ખબર આવી રહી છે. આ વ્યક્તિને 38 પત્નીઓ અને 89 બાળકો હતા. આવડા મોટા પરિવારમાં રહેવાના કારણે તે આખી દુનિયાની અંદર ચર્ચાનો વિષય પણ બન્યો હતો. હાલ તેના નિધનની ખબર આવી રહી છે.

76 વર્ષના જીઓના ચાનાનું આઇજોલની હોસ્પિટલની અંદર નિધન થયું છે. મિજોરમમાં રહેવા વાળા જીઓનને દુનિયાના સૌથી મોટા પરિવારનો મુખિયા માનવામાં આવતો હતો. જીઓન ડાયાબિટીસ અને હાઇપરટેંશનથી પીડિત હતો. રવિવારના રોજ તેને આઈજોલની હોસ્પિટલમાં દમ તોડી દીધો.  જીઓનના પહેલા લગ્ન 17 વર્ષની ઉંમરમાં થયા હતા, અને તે પણ તેનાથી ત્રણ વર્ષ મોટી મહિલા સાથે.

76 વર્ષીય જીઓન ચાનાના નિધનની જાણકારી મિજોરમના મુખ્યમંત્રી જોરાંમથગાએ ટ્વીટ કરીને આપી છે. સીએમનું કહેવું છે કે મિજોરમનું બખ્તવાંગ ગામ જીઓન ચાનાના મોટા પરિવારના કારણે પર્યટકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું હતું.

મોંઘવારીના આ સમયમાં જ્યાં 4-5 સભ્યોના પરિવારનું પાલન પોષણ કરવું પણ એક મોટી જવાબદારી બની રહે છે ત્યાં જીઓન ચાના પોતાની 38 પત્નીઓ, 89 બાળકો, 14 વહુઓ અને 33 પૌત્ર પૌત્રીઓ સાથે બખ્તવાંગ ગામની અંદર એક 100 ઓરડા વાળા ઘરમાં રહેતો હતો.

જીઓન વ્યવસાયે એક મિસ્ત્રી હતો. તો આ મોટા-પરિવારની મહિલાઓ ખેતી વાડી સાચવતી હતી અને ઘર ચલાવવામાં યોગદાન આપતી હતી. ચાનાની સૌથી મોટી પત્ની ઘરના બધા જ સદસ્યોના કામ વ્હેંચતી હતી સાથે જ કામકાજ ઉપર નજર પણ રાખતી હતી.

Niraj Patel