આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાસે નથી રમવા માટે સારા બુટ, સોશિયલ મીડિયા ઉપર શેર કરી પોતાના ફાટેલા બુટની તસ્વીર, લોકોનું જીત્યા દિલ

ખુબ જ શાનદાર દેખાતી આ ક્રિકેટની દુનિયાની અંદર કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમની જિંદગી ગલી ક્રિકેટના ખેલાડીઓ જેવી છે. એક ખેલાડીની હાલત તો એવી છે કે તેને પોતાના બુટ ગુંદરથી ચોંટાડીને સરખા રાખવા પડે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા આ ખેલાડીએ ક્યારેય એમ વિચાર્યું પણ નહિ હોય કે તેને આવા દિવસોનો પણ સામનો કરવો પડી શકે છે. તેને પોતાનું દુઃખ ટ્વીટર ઉપર ટ્વીટ કરીને વ્યક્ત કર્યું છે. જેની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ, ઝિમ્બામ્બવેના ખેલાડી રયાન બર્લની તેને સોશિયલ મીડિયામાં એક માર્મિક પોસ્ટ શેર કરી છે. જેના બાદ આ મામલો વાયરલ થઇ ગયો છે. 27 વર્ષીય રયાન બર્લે ઝિમ્બામ્બવે માટે  3 ટેસ્ટ, 18 વન ડે અને 25 ટી20 મુકાબલા રમી ચુક્યો છે.

22 મેના રોજ ક્રિકેટર રયાન દ્વારા ટ્વીટર ઉપર એક તસ્વીર સાથે લખવામાં આવ્યું હતું કે, “શું મને કોઈ સ્પોન્સર મળી શકશે ? કારણ કે દરેક સિરીઝ પછી અમારે અમારા બૂટમાં ગુંદર ના લગાવવો પડે.” તેને માર્મિક તસ્વીર પણ શેર કરી હતી. આ તસ્વીરની અંદર જોઈ શકાય છે કે બુટની અંદર ગુંદર લગાવીને તેને સારા રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.


આ મામલો વાયરલ થયા બાદ ક્રિકેટરની આ ટ્વીટના જવાબમાં પુમા ક્રિકેટ દ્વારા લખવામાં આવ્યું કે “ગૂંદરને હવે દૂર રાખવાનો સમય આવી ગયો છે. અમે તમને કવર કરીએ છીએ રયાન બર્લ.” આ ટ્વીટ દ્વારા સ્પષ્ટ થઇ શકે છે કે કંપનીને તેમને સ્પોન્સરશિપ આપશે. પુમાની આ ટ્વીટને પણ હજારો લાઈક મળી ચુકી છે.

પુમા ક્રિકેટના જવાબમાં રયાન લખે છે કે :હું પુમા ક્રિકેટ ટીમને જોઈન કરવા માટે ઉત્સાહિત છું. મારા સુધી પહોંચવા માટે તમારો આભાર.  ત્યારબાદ પુમા ક્રિકેટે દ્વારા રયાન માટે લખવામાં આવ્યું કે સ્ટ્રોન્ગર ટુગેધર” સોશિયલ મીડિયા ઉપર યુવરાજ સિંહ સહીત ઘણા લોકોએ પુમાના આ કામની પ્રસંશા કરી છે.

Niraj Patel