કૌશલ બારડ લેખકની કલમે

માત્ર ચાર વર્ષમાં 2800 કરોડનો ધંધો કરી નાખનાર આ યુવતીએ એવું તે શું કર્યું? ક્લીક કરીને વાંચો જબરદસ્ત સ્ટોરી

સામાન્ય રીતે, આપણે જોતા હોઈએ છીએ કે કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપમાં મોટાભાગે પુરુષો જ ઝૂકાવતા હોય છે. ઉદ્યોગ સાહસિકતાનાં આ ક્ષેત્રમાં સ્ત્રીઓની હિસ્સેદારી છે ખરી, પણ બહુ ઓછી કહી શકાય તે હદની. કહેવાય છે, કે ૯૦% રોકાણો પુરુષો દ્વારા જ થતાં હોય છે.

આવે વખતે કોઈ સાહસિક મહિલા જો ધંધામાં ઝંપલાવીને સફળ થાય તો એની વાતો ખૂબ થાય છે. લોકો એમાંથી પ્રેરણા લેવાને પ્રેરાય છે. મહિલાઓ માટે તો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ બની રહે છે. અહીં વાત કરવી છે એક એવી યુવતીની, જેણે બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યાના ૪ વર્ષમાં ૭૦૦૦ કરોડની કમાણી કરી નાખી! અહીં જાણીશું આ યુવતી વિશે, એમણે લગાવેલા આઇડિયા વિશે અને એમના બિઝનેસ વિશે :

૨૧ લાખનું રોકાણ કરીને કંપની બનાવી:
૨૭ વર્ષની એક ઉમંગી યુવતી, નામે અંકિતી બોઝ એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મમાં કામ કરતી હતી. મનમાં કંઈક નવું કરવાની, પોતાનું કંઈક ઊભું કરવાની લાલચ આ યુવતીમાં ભરી પડી હતી. અંકિતીને આ માર્ગ પર એક જોરદાર સાથી ત્યારે મળ્યો જ્યારે તેની મુલાકાત ધ્રુવ કપૂર નામના એક સોફ્ટવેર એન્જીનિયર સાથે થઈ. ઘરની એક પાર્ટીમાં બંને વચ્ચે બિઝનેસ આઇડિયાનું આદાનપ્રદાન થયું. બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને એકબીજાને લાગવા માંડ્યું કે, બંનેના વિચારો એક છે! અંકિતીએ અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ વિશે અભ્યાસ કરવો શરૂ કર્યો. આખરે બધો વિચાર કર્યા બાદ ૨૧ લાખ જેટલું રોકાણ કરીને એક સ્ટાર્ટઅપ ખોલ્યું : જિલિંગો!

શું છે જિલિંગો? :
આજે અંકિતી બોઝ અને ધ્રુવ કપૂરની આ ડિજીટલ કંપનીની નેટવર્થ ૧ બિલિયન જેટલી આંકવામાં આવે છે! ૨૦૧૪ના અંતમાં બંને દ્વારા સ્થાપવામાં આવેલી આ કંપની સિંગાપુરમાં રહેલ ફેશન અને સૌઁદર્ય પ્રસાધનો સાથે જોડાયેલું એક ઓનલાઇન બજાર છે. જિલિંગો દક્ષિણ-પૂર્વ એશિયાના નાના વેપારીઓને, ગ્રાહકોને ઘણું ઉપયોગી છે. કેમ કે, વેંચાણ માટેની વસ્તુઓને સૂચિબદ્ધ કરવા તે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

નાના વેપારીઓને જિલિંગોને લીધે ફાયદો થયો. આ કંપની દ્વારા તેઓ ગ્રાહકો સુધી પોતાનો માલ પહોઁચાડી શકવામાં સફળ થયા. મૂળ રૂપે અંકિતીને આ ધંધાની પ્રેરણા થાઇલેન્ડની રાજધાની બેંગકોકના બજારમાંથી મળી, જ્યાં ૧૫,૦૦૦થી વધુ દુકાનદારો પોતાનો સામાન વેંચે છે.

એશિયાના અનેક દેશોમાં ફેલાયેલી કંપની:
જિલિંગોએ વેપારીઓને બાંગ્લાદેશથી લઈને વિયેતનામ સુધી પહોંચવા, ક્રોસ-બોર્ડર શિપિંગ અને ઇન્વેન્ટ્રીના પ્રબંધનમાં મદદરૂપ થવા ડિજીટલ ટેક્નોલોજીનો સહારો લીધો. સોફ્ટવેરનો ઉપયોગ કર્યો. આમ, નાના વેપારીઓને હર પ્રકારે સહાયતા આપવાનું કામ જિલિંગો દ્વારા કરવામાં આવ્યું. એની પૈસાની તંગી દૂર કરવા પણ વિવિધ પ્રયાસ કર્યા.

અંકિતી બોઝનાં આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લિસ્ટિંગ તો દરેક વેપારી માટે ફ્રી છે, કોઈપણ વિક્રેતા કરી શકે. હા, પ્રતિ ઓર્ડર ૧૦ કે ૨૦ ટકાની વચ્ચે કમિશન દેવું રહ્યું.

કેવું છે જિલિંગોનું સામ્રાજ્ય?:
એક અહેવાલ અનુસાર, જિલિંગોએ ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીમાં ૧.૩ મિલિયન ડોલરની કમાણી કરી હતી. એ પછી એક વર્ષમાં આ રકમ ૧૨ ગણી વધી ગઈ! ફરીવાર એમાં ચાર ગણો વધારો થયો. ૨૦૧૪ સ્થાપેલી કંપનીએ ૨૦૧૭ સુધીનાં ચાર વર્ષમાં જ સાત હજાર કરોડનો વકરો રળી લીધો. એ પછીનાં વર્ષોમાં જે કમાણી કરી એ તો અલગ! કંપની હાલ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો જેવા કે, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં છે. ટૂંક સમયમાં એશિયાની બહાર પણ કૂદકો મારવાની તૈયારી કરી બેઠી છે!

સફળતા પાછળનું રહસ્ય:
કોઈને પણ પ્રશ્ન થાય કે, આખરે બે જણ કરીને આટલું કરી શકે? હા, આજના યુગમાં એ શક્ય છે. તમારી અંદર આવડત હોય તો આજે સાધનો વગર ચાલી જાય તેમ છે! પણ જરૂરી શું છે એ અંકિતી બોઝ જણાવે છે :

“મારી અંદર સફળતા મેળવવાની, પ્રાપ્ત કરવાની રીતસર લાલચ હતી. અને આ માટે હું દિવસના ૧૮-૧૮ કલાક કામ કરતી!”

આશા છે કેજવાબ જડી ગયો હશે! લેખ સારો લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો. કમેન્ટમાં આ આર્ટિકલ વિશે તમારું છું માનવું છે એ પણ લખજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.