“ઝહેર” ફેમ અભિનેત્રી ઉદિતા ગોસ્વામી આજ કાલ છે કયાં ?

મહેશ ભટ્ટની ફિલ્મમાં એક પછી એક શરમજનક ગંદા ગંદા સીન્સ આપી બોલિવુડની સૌથી હોટ અભિનેત્રી બની ગઇ હતી ઉદિતા, આજે જાણો શું કરે છે

બોલિવુડમાં હોટ અભિનેત્રીઓની જયારે વાત કરવામાં આવે ત્યારે “ઝહેર” ફેમ અભિનેત્રી ઉદિતા ગોસ્વામીનું નામ તરત જ તમારા મનમાં આવી ગયુ હશે હે ને… ઉદિતાએ ભલે ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ તે જયારે પણ પડદા પર આવી છે તો રોમાંસનુ લેવલ હંમેશા હાઇ જોવા મળે છે.

ઉદિતા પહેલીવાર ચર્ચામાં ત્યારે આવી જયારે વર્ષ 2003માં તેની ફિલ્મ “પાપ” રીલિઝ થઇ. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ હતા. જો કે, ફિલ્મને કોઇ સફળતા એવી ન મળી શકી પરંતુ આ ફિલ્મ બાદ ઉદિતા ઇંડસ્ટ્રીમાં તેનો બોલ્ડ અંદાજ બનાવવામાં કામયાબ રહી. આ ફિલ્મમાં જોન અને ઉદિતાએ ઘણા બોલ્ડ અને સીન આપ્યા હતા. તેનું કારણ એ રહ્યુ કે આ ફિલ્મને એ સમયે સૌથી હોટ અને બોલ્ડમાં ગણવામાં આવી.

આ ફિલ્મ બાદ ઉદિતા પાસે આ રીતની ફિલ્મો આવવા લાગી. તેણે વર્ષ 2005માં ફિલ્મ “ઝહેર”માં ઇમરાન હાશમી સાથે કામ કર્યુ. ફિલ્મના પોસ્ટર પર પણ ઉદિતાએ બેયર બેક સાથે પોઝ આપ્યા હતા જેનો ઘણો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

ઉદિતાએ તેના ઓનસ્ક્રીન લવર ઇમરાન હાશમીને ભાઇ બોલાવી તહેલકો મચાવી દીધો હતો. તેણે અભ્યાસ પૂરો કરવા માટે ફિલ્મ લાઇન છોડી પંતુ તે ડીજે બની ગઇ. ઉદિતા ગોસ્વામીનો જન્મ 9 ફેબ્રુઆરી 1984ના રોજ ઉત્તરાખંડના એક નાના શહેરમાં થયો હતો. પિતા બનારસથી હતા અને માતા શિલોન્ગથી હતા. ઉદિતાનો શરૂઆતી અભ્યાસ લોકલ ડીએવી સ્કૂલમાં થયો જયારે તે 16 વર્ષની હતી ત્યારે તેને દહેરાદૂનના એક ફેશન ઇંસ્ટિટયૂટ માટે રેમ્પ વોક કરવાનો મોકો મળ્યો . આ મોડલિંગ થી ઉદિતાની પહેલી મુલાકાત થઇ.

12 પાસ કર્યા બાદ તેણે દહેરાદૂનથી દિલ્લી શિફટ થવાનો નિર્ણય કર્યો. તે મોડલિંગની ફિલ્ડમાં જવા માંગતી હતી. દિલ્લી પહોંચ્યા બાદ તેણે સૌથી પહેલા ઘરે જ ફોટોશૂટ કર્યુ. ઉદિતાએ તેની તસવીરો MTV મોડલ મિશન કોન્ટેસ્ટમાં મોકલી. કમાલની વાત તો એ છે કે તે કોન્ટેસ્ટ જીતી ગઇ.

જે ફિલ્મથી ઉદિતા સ્ટાર બની તે હતી “ઝહેર”. મોહિત સૂરી ડાયરેક્ટેડ આ ફિલ્મને મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની કંપનીએ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ પહેલા તેનું એક પોસ્ટર રીલિઝ કર્યુ. આ પોસ્ટર પર સફેદ ચાદરમાં તે જોવા મળી હતી. જેવું મેકર્સ ઇચ્છતા હતા, આ પોસ્ટર ઘણુ હિટ થયુ.

તમને જણાવી દઇએ કે, 9 વર્ષના અફેર બાદ ઉદિતાએ વર્ષ 2013માં ડાયરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા હતા. મોહિત અને ઉદિતાની મુલાકાત ફિલ્મ “ઝહેર”ના સેટ પર થઇ હતી. મોહિત આ ફિલ્મના ડાયરેક્ટર હતા.

ઉદિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે ઉદિતા બે બાળકોની માતા છે. તેને એક દીકરો અને એક દીકરી છે. તેના દીકરાનું નામ કર્મા અને દીકરીનું નામ દેવી છે.

તમને જણાવી દઇએ કે, ઉદિતાએ તેનું પ્રોફેશન બદલી નાખ્યુ છે. તે હવે એક ડિસ્ક જોકી છે. તે ડીજે શો કરે છે. તેણે એક પ્રોફેશનલ ડીજેથી ટ્રેનિંગ લીધી છે.

Shah Jina