અમિતાભ બચ્ચનની આ બોલ્ડ અભિનેત્રીનું લગ્ન જીવન રહ્યુ છે અસફળ, બંને લગ્નમાં મળ્યુ દુ:ખ

પરિણિત સાથે ઘર વસાવી બરબાદ થઇ ગયુ હતુ અમિતાભ બચ્ચનની આ મુસ્લિમ અભિનેત્રીનું જીવન, વર્ષમાં જ ખત્મ થઇ ગયા હતા પહેલા લગ્ન

પોતાના જમાનામાં ખૂબ જ હોટ અને બોલ્ડ માનનારી અમિતાભ બચ્ચનની અભિનેત્રી જીનત અમાન ભલે ખૂબ સક્સેસફુલ અભિનેત્રી રહી હોય પરંતુ તેની પર્સનલ લાઇફ એટલી સક્સેસફુલ રહી નથી.

પરિણિત વ્યક્તિ સાથે પ્રેમમાં પડ્યા બાદ કરિયર તો નીચુ જતુ ગયુ પરંતુ શારિરીક પણ તેમને ઘણુ નુકશાન થયુ. જીનતે બે લગ્ન કર્યા છે, પરંતુ બંને લગ્નમાં તેમની સાથે મારપીટ થઇ હતી. જીનતના પહેલા લગ્ન તો વર્ષભરમાં જ તૂટી ગયા હતા અને આ લગ્નથી તેમને ઘણા ઊંડા ઝખ્મ મળ્યા હતા.

જીનત અમાનની પહેલી મુલાકાત સંજય ખાન સાથે ફિલ્મ “અબ્દુલ્લાહ”ના સેટ પર થઇ હતી અને અહીંથી બંને વચ્ચે નજીકતા વધી. સંજય પહેલાથી જ પરિણિત હતા અને તેમના ત્રણ બાળકો પણ હતા, તેમ છત્તાં જીનત પોતાને સંજયના પ્રેમમાં પડવાથી રોકી ન શકી અને તેમણે 1978માં લગ્ન કરી લીધા.

સંજય અને જીનત લગ્ન બાદ પણ પોતાના ઘરમાં રહેતા હતા. તે દિવસોમાં બંને ડિમાંડિંગ એક્ટરોમાં સામેલ હતા આ માટે તેઓને મળવાનો સમય ઓછો મળતો હતો. સંજય ખાને તેમની બાયોગ્રાફી ‘ધ બિગ મિસ્ટેક્સ ઓફ માય લાઇફ’માં પોતાના અને જીનત સાથે જોડાયેલ પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો છે.

સમયની અછતને કારણે જીનતે એકવાર સંજયને મળવાની ના કહી દીધી હતી. સંજય તે વાતથી ખૂબ નારાજ હતા. તે બાદ એક ફિલ્મમાં સંજયે જીનતને ગીતનુ શુટિંગ કરવા માટે કહ્યુ હતુ પરંતુ તે બાદ પણ સમય ન હોવાથી તે કામ કરી શકી ન હતી.

તે બાદ સંજય તેમના ગુસ્સા પર કાબૂ રાખી શક્યા નહિ અને કામથી ફ્રી થઇને જયારે જીનત સંજયના ઘરે પહોંચી તો ખબર પડી કે તે કોઇ હોટલમાં મિત્રો સાથે છે. જીનત સીધી જ હોટલમાં સંજયને મળવા પહોંચી, પરંતુ ત્યાં સંજય જીનતને જોઇ તેમનો ગુસ્સો કાબૂ ન કરી શક્યા અને હોટલ સ્ટાફ સામે જ જીનતને એટલો માર માર્યો કે તેનું જડબુ તૂટી ગયુ અને તેની એક આંખની રોશની સુધી પણ ઓછી થઇ ગઇ હતી.

સંજય ખાને પોતાની બાયોગ્રાફીમાં જણાવ્યુ કે, સંજયની આ વાતથી પહેલી પત્ની ખૂબ નારાજ થઇ હતી જો કે, તે બાદ 1979માં જીનત અને સંજયના છૂટાછેડા થઇ ગયા હતા. જીનતે સંજય વિરૂદ્ધ કેસ પણ કર્યો હતો. પછી કેટલાક વર્ષો સુધી જીનત સિંગલ રહી, પરંતુ તેમના જીવનમાં મરહમ બનીને મઝહર ખાનની એંટ્રી થઇ.

લગભગ 6 વર્ષ બાદ જીનત અને મઝહરે લગ્ન કરી લીધા. જીનતને આ લગ્નમાં પણ ઘણા કષ્ટ ઉઠાવવા પડ્યા હતા. લગ્નના કેટલાક દિવસો બાદ જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. મઝહર પર પણ જીનતે મારપીટનો આરોપ લગાવ્યો હતો. જો કે, 1998માં મઝહરની મોત કિડની ફેલ થવાને કારણે થઇ હતી. જીનતના બે દીકરા છે અને હવે તે દીકરા સાથે રહે છે.

Shah Jina