વીતેલા સમયની આ પ્રખ્યત અભિનેત્રી સાચા પ્રેમ માટે તરસતી રહી, બે લગ્ન કર્યા પરંતુ મેળ ન પડ્યો

70ના દાયકાની આ ખુબસુરત હિરોઈન હંમેશા પ્રેમ માટે તરસતી રહી, 2 લગ્ન કર્યા પરંતુ બંને પતિ નીકળ્યા બેવફા

70ના દાયકાની જાણીતી અભિનેત્રી ઝીનત અમાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ આ વર્ષની શરૂઆતમાં જ પૂર્ણ કર્યા હતા. તેણે 1970માં આવેલી ફિલ્મ હંગામાથી ડેબ્યૂ કર્યું હતું. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઝીનતે બોલિવૂડમાં પગ મૂકતાની સાથે જ ઈન્ડસ્ટ્રીનો આખો ટ્રેન્ડ બદલી નાખ્યો હતો. તેનો ગ્લેમરસ લુક અને સ્ટાઈલ જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા. તે સમયે એક તરફ અભિનેત્રીઓ ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી હતી અને ફિલ્મોમાં સાડીમાં લપેટાયેલી જોવા મળતી હતી. ત્યા, ઝીનતે તેની પશ્ચિમી શૈલીથી ઇન્ડસ્ટ્રીની આખી હવા બદલી નાખી.

પોતાની કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપનાર ઝીનત હવે ગુમનામ જીવન જીવી રહી છે. તેનું અંગત જીવન એટલું સફળ રહ્યું નથી જેટલું તેનું પ્રોફેશનલ કરિયર રહ્યુ. કારકિર્દીના શિખર પર તેણે લગ્ન કર્યાં પરંતુ તેનું લગ્નજીવન સફળ ન થઈ શક્યું. ઝીનત શરૂઆતથી જ મોડલિંગમાં કરિયર બનાવવા માંગતી હતી અને આ જ કારણથી તેણે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. 1970માં તે ફેમિના મિસ ઈન્ડિયા અને મિસ ઈન્ડિયા પેસિફિક ઈન્ટરનેશનલ જીતવામાં સફળ રહી.

ઝીનતને 4 બાળકોના પિતા સંજય ખાન સાથે પ્રેમ થઈ ગયો. સંજયની પત્ની ઝરીન ખાનને આ વાતની જાણ થઈ. અબ્દુલ્લા ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. સંજય અને ઝીનત વિશે એક કિસ્સો ખૂબ પ્રખ્યાત છે કે 1979માં મુંબઈની હોટેલ તાજમાં પાર્ટી દરમિયાન સંજયે ઝીનતને જાહેરમાં માર માર્યો હતો.

તમને જણાવી દઈએ કે સંજયે એટલી બધી મારી હતી કે તેનું જડબું તૂટી ગયું હતું. ઓપરેશન બાદ તેના જડબાની રેખા ઠીક થઈ ગઈ પરંતુ જમણી આંખને નુકસાન થયું. આ વાત તેણે પોતાની બાયોગ્રાફી ધ બિગ મિસ્ટેક્સ ઓફ માય લાઈફમાં પણ લખી છે. જે બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. 1985માં ઝીનતે મઝહર ખાન સાથે બીજા લગ્ન કર્યા, જેમાં તેને ટોર્ચર સિવાય કશું મળ્યું નહીં. મઝહર તેને વાત-વાતમાં માર પણ મારતો હતો, જેના કારણે ઝીનતે મઝહરથી છૂટાછેડા લેવાનું વિચાર્યું હતું. જોકે, બંને છૂટાછેડા લે તે પહેલાં જ મઝહરે દુનિયા છોડી દીધી હતી.

જણાવી દઈએ કે મઝહર અને ઝીનતને બે પુત્રો છે. ઝીનતના પિતા અમાનુલ્લા ખાન પટકથા લેખક હતા અને સહાયક તરીકે તેમણે મુગલ-એ-આઝમ અને પાકીઝાહ જેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી. તે અમન નામથી લખતા હતા. ઝીનત જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે ઝીનતે તેના નામમાં તેના પિતાનું નામ ઉમેર્યું અને તે ઝીનત ખાનમાંથી ઝીનત અમાન બની.

દેવ આનંદને ઝીનત અમાન ખૂબ જ પસંદ હતી. તેની સાથે તેણે હીરા પન્ના, ઈશ્ક ઈશ્ક ઈશ્ક, પ્રેમ શાસ્ત્ર, વોરંટ, ડાર્લિંગ ડાર્લિંગ અને કાલાબાઝ જેવી ફિલ્મો કરી. વર્ષો પછી દેવ આનંદે સ્વીકાર્યું હતું કે તે ઝીનતને પ્રેમ કરવા લાગ્યો હતો.

ઝીનતે પોતાની કારકિર્દીમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, રાજેશ ખન્ના, દેવ આનંદ, શશિ કપૂર, મનોજ કુમાર, સંજીવ કુમાર, ફિરોઝ ખાન, સંજય ખાન, ઋષિ કપૂર, રણધીર કપૂર, વિનોદ ખન્ના જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેણે હરે રામા હરે કૃષ્ણ, યાદો કી બારાત, રોટી કપડા ઔર મકાન, અજનબી, ધમાર વીર, શાલીમાર, ડોન, લાવારિસ, રામ બલરામ, કુરબાની, દોસ્તાના જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

Shah Jina