ખબર મનોરંજન

વાહ જોરદાર: ભાઈજાન સલમાને “રાધે” ફિલ્મ રિલીઝ કર્યા વગર કમાઈ લીધા 230 કરોડ

બોલીવુડના દબંગ સલમાન ખાનના દુનિયાભરમાં કરોડો ચાહકો છે, તો તેની આવાનરી ફિલ્મોની પણ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે, સલમાન ખાને થોડા સમય પહેલા જ પોતાની ફિલ્મ “રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જે બનીને પણ તૈયાર થઇ ગઈ છે. પરંતુ કોરોના વાયરસના કારણે મલ્ટીપ્લેક્સમાં હાલ દર્શકો ના જતા હોવાના કારણે તેને ફિલ્મ પ્રસારિત નહોતી કરી.

Image Source

હવે શક્યતાઓ એવી સેવવામાં આવી રહી છે કે 2021ની દિવાળી ઉપર ફિલ્મ “રાધે” રિલીઝ કરવામાં આવી શકે છે, પરંતુ આ બધા વચ્ચે જ એક મોટી ખબર આવી છે, સલમાન ખાને પોતાની ફિલ્મ “રાધે”ના રાઇટ્સ 230 કરોડમાં વેચ્યા છે.

Image Source

સલમાન ખાનની ફિલ્મ “રાધે”ના રાઇટ્સ ઝી સ્ટુડિયો દ્વારા ખરીદવામાં આવ્યા છે, છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ મેકર્સ અને ઝીની લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. બૉલીવુડ ફિલ્મની આ સૌથી મોટી ડીલ બની છે.

Image Source

ઘણા ઓટીટી પ્લેટફોર્મ સલમાન ખાનની ફિલ્મ “રાધે” ખરીદવા માંગતા હતા જેના માટે સલમાનને મોટી મોટી ઓફર પણ આપવામાં આવી હતી. ઓટીટી પ્લેટફોર્મ દ્વારા સલમાનને 160 કરોડ સુધીની ઓફર આપવામાં આવી હતી, પરંતુ સલમાન 200 કરોડથી ઓછામાં સોદો નહોતો કરવા માંગતો આ ઉપરાંત તે ઈચ્છતો હતો કે ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થાય. અને છેલ્લે ઝી સ્ટુડિયો સાથે તેની 230 કરોડમાં આ ડીલ ફાઇનલ થઇ ગઈ.