ઘરે છે સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત.. તો પણ અડગ રહ્યા ઝેબાબેન- જાણો

આખા રમઝાન માસમાં રોઝા હોવા તો પણ રોજના કલાકો P.P.E. કીટ પહેરીને આપણી સેવા કરી, કોણ કોણ સલામ કરશે?

કોરોના મહામારીએ તો સમગ્ર દેશ સાથે સાથે ગુજરાતને પણ ઘમરોળી લીધુ છે અને ગુજરાતમાં કોરોનાનો હાહાકાર પણ વધી ગયો છે, તેવામાં ડોક્ટર અને નર્સ પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય ઝેબાબહેન ચોખાવાલાએ રમજાન માસમાં રોઝા રાખ્યા હતા અને તે છત્તા તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે.

ઝેબાબેનને સાડા ત્રણ વર્ષની દીકરી છે અને તેમની માતા કેન્સરગ્રસ્ત છે. તેમના પતિ વ્યવસાય કરે છે. આવું હોવા છત્તાં તેઓ પરિવાર સાથે ના રહી અને કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરી રહ્યા છે.

ઝેબાબહેન જણાવે છે કે, રોઝા રાખ્યા હોય ત્યારે થોડી કમજોરી આવી જાય છે પરંતુ તેના લીધે હું મારી ફરજથી પાછી ના ફરી શકું. મેં રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી છે તો તેમણે પણ મને ફરજ નિભાવવા શક્તિ આપી છે. ઝેબાબહેને એક માનવતાનું સરસ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

ઝેબાબહેને કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં એક્સિડન્ટ કે અન્ય કોઇપણ પ્રકારની ઇમરજન્સીમાં આવતા દર્દીઓ કે જેમની સર્જરી જરૂરી હોય ત્યારે તમામ હોસ્પિટલ સ્ટાફની પ્રાથમિકતા હોય ત્યારે કોરોનાના ડર કે બીજુ કંઇ પણ હોય તેને મૂકીને દર્દીની સારવારમાં લાગી જવું પડે.

Shah Jina