મનોરંજન

ચાર લગ્ન કર્યા છતાં પણ ના મળ્યું પતિનું સુખ આ અભિનેત્રીને, જાવેદ જાફરી અને અદનાન સામીની પણ બની ચુકી છે પત્ની

એકદમ દુખદ રહ્યું ‘હીના’ ફેમ જેબા બખ્તિયારનું જીવન, પુરી સ્ટોરી વાંચીને રુવાડા ઉભા થઇ જશે

ફિલ્મી દુનિયામાં કોના સંબંધો કોની સાથે બંધાઈ જાય એ નક્કી નથી હોતું, તો ઇન્ડસ્ટ્રીમાં સંબંધોમાં એટલું મહત્વ પણ નથી જળવાતું, ઘણા કલાકારો આપણે જોયા છે કે લગ્ન બાદ પણ તેમના અફેરની ચર્ચાઓ સામે આવતી હોય છે. તો લગ્ન બાદ ઘણા કપલ છુટા પડી અને બીજા લગ્ન પણ કરી લેતા હોય છે, આવી જ એક કહાની જોડાયેલી છે અભિનેત્રી જેબા બખ્તિયારની. જેને એક-બે નહિ પરંતુ ચાર લગ્ન કર્યા છતાં પણ પોતાના પતિના સુખથી વંચિત રહી.

Image Source

1991માં આવેલી સુપરહિટ ફિલ્મ “હિના”માં જેબાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી અને તેનો માસુમ ચહેરો દર્શકોને ખુબ જ પસંદ આવ્યો. જેબા એક પાકિસ્તાની અભિનેત્રી હતી છતાં પણ તેને ભારતમાં ચાહકોનું ખુબ જ પ્રેમ મળ્યો.

Image Source

જેબાનો જન્મ 5 નવેમ્બર 1965ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તેનું અસલી નામ શાહીન હતું. તેને લાહોર અને કતારમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ બાદ જેબાએ પાકિસ્તાનમાં જ નાના પડદા ઉપર પોતાના કેરિયરની શરૂઆત કરી અને અનારકલીનું મહત્વનું પાત્ર નિભાવી ખુબ જ મોટી પ્રસંશા હાંસલ કરી.

Image Source

પાકિસ્તાનમાં તેની વધતી પ્રસિદ્ધિ જોઈને તેને ભારતીય સિનેમામાં પણ સ્થાન મળ્યું અને તેને ફિલ્મ “હિના”માં અભિનેતા ઋષિ કપૂર સાથે કામ કરવાનો અવસર મળ્યો. પરંતુ બોલીવુડમાં તેને ખાસ ઓળખ ના મળતા પાકિસ્તાન પરત ચાલી ગઈ અને ત્યાંની ફિલ્મોમાં કામ કર્યું.

Image Source

એવું કહેવામાં આવે છે કે જેબાએ 4 લગ્ન કર્યા, પહેલા લગ્ન તેને સલમાન વાલીયાની સાથે કર્યા હતા જેનાથી તેને એક દીકરી હતી તો બીજા લગ્ન તેને પ્રખ્યાત ગાયક અદનાન સામી સાથે કર્યા, જેનાથી તેને એક દીકરો પણ છે. જેબા અને અદનાન ના છૂટાછેડા બાદ દીકરાની કસ્ટડીને લઈને પણ તે ઘણી જ ચર્ચામાં રહી હતી.

Image Source

1997માં અદનાન સાથે છૂટાછેડા બાદ તેને ફિલ્મ અભિનેતા જાવેદ જાફરી સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ વધારે લાંબુ ચાલી શક્યા નહીં અને તેને ચોથા લગ્ન સોહેલ ખાન લેગહારી સાથે કર્યા હોવાનું સામે આવી રહ્યું છે.

Image Source

ચાર ચાર લગ્નમાં પણ તેને પતિનું સુખ ના મળ્યું. આજે જેબા પાકિસ્તાનની અંદર કેટલાક ટીવી શોમાં કામ કરી રહી છે. સાથે તે ડાયરેક્ટર પણ છે એ વાત પણ સામે આવી રહી છે.