BREAKING :ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટાં દીકરાનું થયું નિધન, આટલી ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

હાલમાં જ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા દીકરા મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે નિધન થયું છે. તેમની ઉમર ૧૦૦ વર્ષ હતી. હજુ થોડા સમય પહેલા જ તેઓ શતાયુ થયા હતા. મેઘાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણાની રગેરગમાં વહેતો હતો. 2021એ ઝવેરચંદ મેઘાણીનું સવાસોમું વર્ષ હતું. એટલે પિતા મેઘાણીની સવા શતાબ્દી અને પુત્ર મહેન્દ્ર મેઘાણીના આયુષ્યની શતાબ્દીનો અનોખો સંયોગ પણ સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે ઝવેરચંદ મેઘાણીનું તો 1948માં નાની વયે અવસાન થયું હતું પણ એ દરમિયાન સૌથી મોટા પુત્ર હોવાને કારણે મહેન્દ્રભાઈને તેમની સાથે કામ કરવાની અને તેમની પાસેથી શીખવાની તક મળી હતી. પત્રકારત્વ અને ગુજરાતી સંસ્કૃતિના વાહક તરીકે તેઓ અનેક દેશોમાં ફર્યા હતા.

આજીવન તેમણે બુક્સનું મહત્વ સમજાવવા માટે જ કામ કર્યું. ગુજરાતી ઘરોમાં બુક્સ ઉપલબ્ધ થાય એ માટે પોતાની જાતને ક્યાંય વચ્ચે આવવા દીધા વગર કામગીરી કરી. અડધી સદીની વાંચનયાત્રાની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે, :’ આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે, વાચનના સમૂળગા અભાવમાંથી. અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી આવી વિચારશૂન્યતા પેદા થાય છે.”

3 ઓગસ્ટ 2020 રાત્રે 8 PM તેઓ સ્વર્ગવાસ થયા છે. ૨૦- જૂન, ૧૯૨૩ના રોજ મુંબઇ જન્મેલા મહેન્દ્ર મેઘાણીએ ગઈ 20 જુન 2022ના રોજ 100 વર્ષ પૂર્ણ કર્યા હતા. યશ મેઘાણીએ FB પર પોસ્ટ કર્યું હતું કે અમારા પિતાશ્રી મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીનું અવસાન તા. 3 ઓગસ્ટ 2022 રાત્રે 8 વાગે થયું છે. 20મી જૂને એમણે એકસોમાં વર્ષમાં પ્રવેશ કરેલો.

અબુલ/મંજરી/ગોપાલ/અંજની… મહેન્દ્રભાઈ મેઘાણીની સ્મશાન – યાત્રા એમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી (વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર) તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.

YC