કૌશલ બારડ પ્રેરણાત્મક લેખકની કલમે

પોલીસની ગાડીને જોઈ ઘરમાં ભરાઈ જતા લોકો આજે પોલીસની આતૂરતાપૂર્વક રાહ જુએ છે! જાણો કારણ

કોરોના વાઇરસને લીધે દેશમાં લાગૂ પાડવામાં આવેલ લોકડાઉનનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. અમુક રાજ્યોમાં કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. લોકડાઉનના આ પીરિયડમાં સામાન્ય માણસનાં મનમાં જામી ગયેલી અનેક ધારણાઓ ભાંગી છે અને નવી વિચારધારા પેદા પણ થઈ છે.

આ સમયગાળામાં લોકો જેના વિશે ફરીવાર વિચારવા મજબૂર બન્યા છે તે છે પોલીસ! ઘણા લોકોનાં મનમાં પોલીસ જવાનો માટે સારી ઇમેજ નથી હોતી. આથી જ લોકો પોલીસથી બને તેટલા દૂર જ રહે છે. લોકડાઉનનો ભંગ કરીને કારણ વગર બહાર ફરી રહેલા લોકો માટે પોલીસ જરૂર દંડનીય કાર્યવાહી કરવાની જ, પણ આ જ પોલીસ જરૂરિયાતમંદોનાં પેટનો ખાડો પૂરવાનું પણ કામ કરી શકે છે એ બહુધા લોકોએ પહેલી વાર જાણ્યું.

ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લામાં જંગલોની વચ્ચે ઘણાં નાના-નાના ગામો વસેલાં છે. અહીંની ગામઠી પ્રજા પોલીસની ગાડી ગામમાં આવતી દેખાય અટલે આઘીપાછી થઈ જતી. લોકોનાં મનમાં પોલીસનો ડર રહેતો. પણ હવે આ જ લોકો પોલીસની ગાડી ગામમાં આવે તેની આતુરતાપૂર્વક રાહ જૂએ છે.

ર્વી સિંહભૂમ જિલ્લાના તાલુકાઓમાં આવેલ દરેક પોલીસથાણામાં સામુદાયિક રસોડાઓ ચાલે છે. જ્યાં દરરોજ અનેક માણસોનું જમવાનું બનાવવામાં આવે છે. થાણામાં બનેલું ભોજન પોલીસની ગાડીઓમાં પછી દૂર-દૂરનાં જંગલી વિસ્તારોમાં ઊંડે સુધી આવેલાં ગામડાઓમાં જાય છે. દાણોપાણી તૈયાર હોવા છતાં ભોજન ન બનાવી શકનાર લોકો માટે પણ ભોજનનો પ્રબંધ કરવામાં આવે છે.

ગામમાં કે કસ્બાઓમાં જે લોકો પાસે ખરેખર ભોજનપ્રબંધ થઈ શકે તેવું કશું નથી તેને પોલીસની ગાડીઓ જમવાનું પહોંચાડતી જોવા મળે છે. લોકો આતૂરતાથી વાટ જોતા ઊભા હોય છે. ગાડી આવે એટલે થોડે-થોડે દૂર રહી ભોજન મેળવી લે છે! આ લાભ મજૂરો અને રાહદારીઓને પણ મળે છે.

ભોજન ઉપરાંત પોલીસ ખાદ્યસામગ્રી પણ પહોંચાડે છે. વળી, જરૂર પડે તો માસ્ક અને સેનિટાઇઝેશન કરતા સાબૂઓનું પણ વિતરણ કરે છે. લોકો પોલીસને મિત્ર માનવા લાગ્યા છે!

આપ પણ આ જવાનોનું સન્માન કરો અને ઘરમાં રહો!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.