દુનિયાભરમાં કોરોના વાયરસના પ્રચાર પ્રસાર થતા જ લોકોનો જીવ બચાવવા માટે ડોકટરો ભગવાનનું રૂપ લઈને આવ્યા, ચારેય તરફ ડોકટરોની પ્રસંશા થવા લાગી, તો ઘણી જગ્યાએ ડોકટરોની નિંદા પણ થતી હતી. સોશિયલ મીડિયામાં પણ ઘણી હોસ્પિટલ અને ડોકટર વિરુદ્ધ ઘણા લોકોએ પોસ્ટ કરી હતી. હવે આ બધામાં બોલીવુડની અભિનેત્રી ઝરીન ખાન પણ આવી ગઈ છે. તેને હાલમાં જ એક એવો વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે.

અભિનેત્રી ઝરીન ખાનના નાનાજીની તબિયત ખરાબ થતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન 21 સપ્ટેમ્બરના રોજ તેને પડેલી હાલાકીને વ્યક્ત કરવા માટે અને હોસ્પિટલ ઉપર ગુસ્સે થતા એક વિડીયો શેર કર્યો હતો.

વીડિયોની અંદર ઝરીને કહ્યું હતું: “કાલે રાત્રે મારી સાથે કંઈક હેરાન કરનારું થયું અને હું એ તમારી સાથે શેર કરવા માંગુ છું. તમે બધા જાણો છો કે મારા નાનાજી મારી સાથે રહે છે. તેમની ઉંમર લગભગ 87 વર્ષની છે. કાલે રાત્રે તેમની તબિયત ખરાબ થઇ ગઈ. ત્યારબાદ પોતાના મામા અને બહેન સાથે તેમને લીલાવતી હોસ્પિટલ લઈને આવી હતી. ત્યાં તેમને એક કોવિડ વોર્ડ બનાવી રાખ્યો છે. જ્યાં જઈને પહેલા સ્ક્રીનિંગ થાય છે. નાનાનું તાપમાન ચેક કરવામાં આવ્યું, તે નોર્મલ હતું. ત્યારબાદ ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવ્યું, તે પણ નોર્મલ હતું. તો નક્કી છે કે તેમને કોવિડ નહોતું. ત્યારબાદ અમે અંદર ગયા. અમે ઘણીવાર સુધી રાહ જોઈ. ત્યારબાદ મેં ત્યાં એક સ્ટાફ મેમ્બરને કહ્યું કે નાના બહુ જ ઘરડા છે. તમે મહેરબાની કરીને તેમને જલ્દી તપાસી જુઓ તો સ્ટાફ મેમ્બરે કહ્યું તેમને કોવિડ ટેસ્ટ અને સીટીસ્કેન કરવું પડશે. ત્યારબાદ જ અમે તમને અંદર જવા દઈ શકીશું.”

આગળ ઝરીન કહે છે: “મેં તેને કહ્યું કે બહાર સ્ક્રીનિંગ થઇ ચૂક્યું છે, બધું જ નોર્મલ છે. તેના ઉપર સ્ટાફ મેમ્બરે અને કહ્યું કે આ અમારો પ્રોટોકોલ છે. તે ખુબ જ અજીબ રીતે વહેવાર કરી રહી હતી. મને એ સમજાઈ રહ્યું નહોતું કે બધું જ ચેક કરવા છતાં, બહુ જ નોર્મલ આવવા છતાં પણ તેમના ઈલાજ પહેલા જ આ વાતો કહેવામાં આવી. મને મારા મિત્રોએ કહ્યું હતું કે કંઈપણ થઇ જાય હમણાં હોસ્પિટલ ના જઈશ. કારણ કે આ લોકોએ બિઝનેસ બનાવી રાખ્યો છે. મારો પણ કાલ સુધીનો અનુભવ ખુબ જ ખરાબ રહ્યો. મને પણ હવે મારા મિત્રની વાત સાચી લાગી રહી છે. ત્યાં કોઈએ એ ના જોયું કે નાનાજી કેટલા ઘરડા છે. તેમને મારી કોઈ મદદ ના કરી. પછી અમે એમને ઘરે લઇ આવ્યા અને બીજા દિવસે બીજા ડોક્ટરને બતાવ્યું.”
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.