ખબર ફિલ્મી દુનિયા

ધારાવાહિક “કુમકુમ ભાગ્ય”ની આ અભિનેત્રીનું થયું નિધન, સિતારાઓએ વ્યક્ત કર્યો શોક

ટીવી જગતમાં આવ્યા ખરાબ સમાચાર: ફક્ત 54 વર્ષની નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી જાણો વિગત

ટીવી ઉપર પ્રસારિત થતી ધારાવાહિક “યે રિશ્તા ક્યાં કહેલાતા હે” અને “કુમકુમ ભાગ્ય”માં નજર આવી ચુકેલી અભિનેત્રી જરીના રોશન ખાનનું નિધન થયું છે. તેમની ઉંમર 54 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્ડિયેક એરેસ્ટના કારણે તેમનું નિધન થયું છે. તેમના નિધન ઉપર ટીવી ઇન્ડસ્ટ્રીના સિતારાઓ શબ્બીર આહલુવાલિયા અને સૃતિ ઝા સમેત બીજા પણ ઘણા સિતારાઓએ દુઃખ અભિવ્યક્ત કર્યું છે. સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ પણ આપી છે.

Image Source

જરીના રોશન ખાને ટીવી શોની સાથે સાથે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને અસલ ઓળખ ટીવી ધારાવાહિકમાંથી જ મળી છે. “કુમકુમ ભાગ્ય”માં તેમને ઇન્દુ સૂરીનું પાત્ર નિભાવ્યું હતું. જેને દર્શકોએ પણ ખુબ જ પસંદ કર્યું. હવે તેના અચાનક નિધનના સમાચાર સાંભળીને ચાહકો પણ હેરાન છે. સૃતિ ઝાએ આ દુઃખદ પ્રસંગે જરીનાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે મસ્તીમાં ડાન્સ કરતી નજર આવે છે. આ ઉપરાંત સૃતિએ જરીના સાથેની એક તસ્વીર પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shabir Ahluwalia (@shabirahluwalia) on

અભિનેતા શબ્બીર અહલુવાલિયાએ પણ જરીના રોશન સાથે એક ક્યૂટ સેલ્ફી શેર કરી છે. જેમાં શબ્બીર જરીનાના ગાલ ઉપર કિસ કરતો નજર આવી રહ્યો છે. સાથે જ તેને કેપશનમાં લખ્યું છે. “યે ચાંદ સા રોશન ચહેરા”

Image Source

અભિનેતા વિનુ રાણા જેમને કુમકુમ ભાગ્યમાં પૂરબની ભૂમિકા ભજવી છે તેમને પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જરીનાની તસ્વીર શર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત ટેલિવિઝનના બીજા પણ ઘણા કલાકારોએ શોક પ્રગટ કર્યો છે.