ઝરીન ખાનનું આવું પેટ જોઈને લોકોએ કહ્યું ઉલ્ટી થઇ જશે, આખરે ઝરીને મુંહતોડ જવાબ આપ્યો- જાણો વિગત

0

બૉલીવુડ કિરદારો મોટાભાગે પોતાની સ્ટાઇલ, ફેશન કે ફિગરને લઈને આલોચનાનો શિકાર થતા રહે છે. એવામાં સલમાન ખાન સાથે ‘વીર’ ફિલ્મથી ડેબ્યુ કરનારી અભિનેત્રી ઝરીન ખાન પણ મોટાભાગે પોતાના શરીરને લીધે આલોચનાનો શિકાર થતી રહે છે.

ઝરીન ખાને અમુક દિવસો પહેલા પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીરમાં ઝરીન ખાનના કમર પર સ્ટ્રેચ માર્ક સ્પષ્ટ દેખાઈ રહયા હતા. બસ એવામાં લોકોંને તેને ટ્રોલ કરવાનો મૌકો મળી ગયો.

 

View this post on Instagram

 

🧚🏻‍♀️ #Friyay #WeekendVibe #ZareenKhan

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

લોકોએ આ સ્ટ્રેચ માર્કને લઇને ખુબ મજાક બનાવ્યો અને આડા-અવળી વાતો પણ લખી હતી. એવામાં ઝરીન ખાને આવા લોકોને કરારો જવાબ આપતા તેઓની બોલતી બંધ કરી દીધી હતી.

ઝરીને કહ્યું કે,”જે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે આખરે મારા પેટને શું થયું છે તો કહી દઉં કે આ એક એવા વ્યક્તિનું વાસ્તવિક પેટ છે જેણે 50 કિલોથી પણ વધારે વજન ઘટાડ્યો છે. તે એવું જ દેખાય છે, જ્યારે તેને ન તો ફોટોશોપ કરવામાં આવ્યું છે કે ન તો કોઈપણ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે”.

Image Source

હું તેમાની એક છું જે સત્યમાં વિશ્વાસ રાખે છે. તેને છુપાવવાની જગ્યાએ મેં ગર્વની સાથે મારી ખામીઓને સ્વીકારી છે. ઝરિનની આવી પોસ્ટ પછી ઘણા લોકોએ ઝરીનને સપોર્ટ પણ કર્યો છે. એવામાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ઝરીન ખાનના સપોર્ટમાં ઉતરી છે.

 

View this post on Instagram

 

That FriYay feeling ! #WeekendVibes #ZareenKhan HMU & 📸 – @rishabskhanna

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરીમાં ઝરીન માટે કહ્યું કે,”તું ખુબ જ સુંદર છે અને ખુબ જ બહાદુર પણ, તું જેવી છે તેવી પરફેક્ટ છે ઝરીન”. અનુષ્કાનો આવો સપોર્ટ મેળવીને ઝરીન ખુબ જ ખુશ થઇ છે.

Image Source

જણાવી દઈએ કે વીર ફિલ્મના ડેબ્યુંના પહેલા ઝરીન ખાનનું વજન 100 કિલો જેટલું હતું. ફિલ્મ માટે જ ઝરીને પોતાનું વજન ઓછું કર્યું હતું. તેના પછી ઝરીને હાઉસફુલ-2, હેટ સ્ટોરી-3, અક્સર-2 જેવી ફિલ્મો પણ કરી છે. હાલ ઝરીન ખાન ઉદયપુરમાં ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ની શૂટિંગ માં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.