બોલીવુડમાં ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કરનાર ખુબસુરત અભિનેત્રી ઝરીન ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ઝરીન સાથે સલમાનનું ખાસ કનેક્શન રહેલું છે. સલમાન સાથે જ તેની ડેબ્યુ ફિલ્મ હતી અને આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે સલમાન એટલો દિલદાર છે કે તે કો સ્ટારને ખુબ જ મદદ કરે છે.

પોતાની પહેલી જ ફિલ્મ હોવાથી સ્વાભાવિક છે ઝરીન ખાન થોડી ડરતી હતી તો સલમાને તેને એ સમયે ખુબ જ મદદ કરી હતી. પોતાના આ અનુભવને વર્ણવતા ઝરીને કહ્યું હતું કે, હું વિચારું છું હવે ટુંક સમયમાં હું ઠરીઠામ થઈ જવાની છું અને મારા મન ગમતા સાથી સાથે હું લગ્ન કરવા જઈ રહી છું.

ઝરીનને પુછવામાં આવ્યું કે, તારા જીવનનો રીયલ હીરો કોણ હશે તો ઝરીને શરમાતા શરમાતા કહ્યું હતું કે, સલમાન જ હોયને. જોકે થોડી વાર પછી ઝરીને તરત જ સ્પષ્ટ કરી દીધું કે હું મજાક કરી રહું છું.
વાસ્તવમાં મારો હમણાં લગ્નનો કોઈ ઈરાદો જ નથી. પણ હાં તેને ખુબ જ મજા આવશે તેની આ વાત આગની જેમ ફેલાઈ જાય આથી તે આ વાત મસ્તી મસ્તીમાં પણ સાચી થાય તેવું ઈચ્છે છે. ઝરીને એ પણ કહ્યુ કે તેને તો ખરેખર તેને લગ્નજીવનમાં વિશ્વાસ જ નથી કોઇ એક વ્યક્તિ જીવન પર્યત તમને સાથ આપે તે નક્કી તો નથીને?
અને તે ઈમોશનલ હોવાથી આવી કોઈ વાતથી દૂર જ રહેવા માંગે છે. તેણે એ પણ કહ્યુ હાલ લગ્ન માત્ર મજાક બનીને રહી ગયા છે. તો જો ખરેખર તેના લગ્ન થાય તો સલમાન ખાન કેમ નહી? તેનું નામ જોડાય તો સલમાન સાથે કારણકે તેણે સલમાનને લોકોને મદદ કરતા જોયો છે.

ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ ઝરીને થોડીક હિટ ફિલ્મો આપી હતી. ઝરીનને જ્યારે પુછવામાં આવ્યું કે, તે કોઈ અફવા ફેલાવા માંગે તો કઈ હશે તો તેણે હસતા હસતા કહ્યું કે તેના અને સલમાનના લગ્ન થઈ રહ્યા છે. ઝરીને કહ્યું કે તેને સલમાન સિવાય કરણ સિંહ ગ્રોવર અને ગૌતમ રોડે જેવા હેન્ડસમ યુવકો ગમે છે.
બોલીવુડમાં તેને હેટ સ્ટોરી 3 તો તમે જોઈજ હશે કે કેટલી બોલ્ડ ફિલ્મ હતી. આ ફિલ્મ કરીને પોતાના ડૂબતા કરીને ઝરીને પોતાનું ડુબતું કરિયરને બચાવ્યું હતું. એવામાં તેને એવી ફિલ્મ મળી ગઈ છે જે હીટ ફિલ્મનું સિકવલ છે. દર્શકોને ‘હેટ સ્ટોરી 3’ માં ઝરીન ખાન ના હોટ દ્રશ્યો પસંદ આવ્યા હતા. ફિલ્મ અક્સર માં પણ લોકોને ઝરીનના બોલ્ડ દ્રશ્યો જોવા માંડ્યા હતા.