મનોરંજન

આમિર ખાન બાદ હવે સલમાન ખાનની આ અભિનેત્રીએ લીધી સાસણગીરની મુલાકાત, પરિવાર સાથે વિતાવ્યો સમય, જુઓ તસવીરો

બોલીવુડના સ્ટાર ફરવા માટે અલગ અલગ જગ્યાની પસંદગી કરતા હોય છે, તે દેશમાં અને વિદેશમાં સારા એવા સ્થળોએ ફરવા માટે જાય છે, થોડા સમય પહેલા અભિનેતા આમિર ખાન પણ ગુજરાતના પ્રવાસે આવ્યો હતો અને તેને સાસણગીરની મુલાકાત લીધી હતી.

ત્યારે હવે બીજી એક અભિનેત્રીએ પણ સાસણગીરની મુલાકાત લીધી છે, જેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.સલમાન ખાન સાથે ફિલ્મ વીરમાં જોવા મળેલી અભિનેત્રી ઝરીના ખાને સાસણગીરની અંદર પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.

આ દરમિયાન તેને સિંહ દર્શન પણ કર્યું હતું. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી છે.ગુજરાતનું સાસણગીર હવે બૉલીવુડ માટે પણ એક ટુરિસ્ટ પ્લેસ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.

આમિર ખાન બાદ ઝરીન ખાનનું પણ પોતાના પરિવાર સાથે સાસણગીરમાં આવવું આ વાત તરફ ઈશારો કરી રહ્યું છે.ઝરીન ખાને ગુજરાત પ્રવાસે પોતાના પરિવાર સાથે આવતા પહેલા કેટલીક તસવીરો પણ મુંબઈ એરપોર્ટ ઉપરથી પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.

જેમાં તે તેના પરિવાર સાથે ગુજરાત આવતા જોઈ શકાય છે.ઝરીન ખાને વહેલી સવારે સિંહ દર્શન પણ કર્યું હતું. જેનો એક વીડિયો પણ તેને પોતાની ઇન્સ્ટા સ્ટોરીની અંદર પોસ્ટ કર્યો હતો. જેમાં તે જંગલ સફારીનો આનંદ માણતી જોવા મળી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝરીન ખાને સાસણગીરના એક ખાનગી રિસોર્ટની અંદર બુકીંગ કરાવ્યું હતું. અને ત્યાં પોતાના પરિવાર સાથે બ્રેકફાસ્ટનું આનંદ માણતી પણ જોવા મળી હતી.