દુ:ખના દિવસોમાં યાદ કરતા સલમાનની ઝરીન ખાને ડૉક્ટરનું ભણવાનું છોડી કર્યું આવું કામ

બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી ખુબ જ મુશ્કીલ હોય છે. ફિલ્મોમાં લીડ રોલ સુધી પહોંચવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બોલિવુડમાં ઘણા એક્ટર્સ એવા છે જેમના જીવનની સંઘર્ષની કહાનીઓ પ્રેરણાદાયી છે કારણ કે તેઓએ મુશ્કેલી વેઠીને બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી હોય છે.

આ યાદીમાં બોલિવુડ અભિનેત્રી ઝરીન ખાનનું નામ પણ સામેલ છે. જેણે આર્થિક સંકંટોનો સામનો કરવાની સાથે ફિલ્મોમાં પણ પોતાની જગ્યા બનાવી છે. સલમાન ખાનની સાથે ફિલ્મ વીરથી પોતાનું કરિયર શરુ કરનારી એક્ટ્રેસ ઝરીન ખાન આજે એક જાણીતુ નામ છે. પરંતુ તેણે પોતાના જીવનમાં એવો પણ સમય જોયો હતો કે જેમાં આર્થિક તંગીના કારણે તેણે ભણતર છોડી દીધું હતું.

ઝરીન ડોક્ટર બનવા ઇચ્છતી હતી. પરંતુ ઘરની પરિસ્થિતીને જોઇને તેણે ભણતર છોડીને નોકરી કરવી પડી હતી. ઝરીને 23 વર્ષની ઉંમરે જ ફિલ્મી દુનિયામાં પગ મુકી દીધો હતો.

ફિલ્મી દુનિયા આવતા પહેલા ઝરીન કોલ સેન્ટરમાં કામ કરતી હતી. કોલ સેન્ટરની નોકરીની સાથે તે મોડલિંગ પણ કરતી હતી. ઝરીન ખાન કોલસેન્ટરમાંથી જે સેલેરી આવે તેમાંથી જ તે ઘર ખર્ચ કરતી હતી. ઝરીન પોતાની સફળતાનો શ્રેય સલમાન ખાનને જ આપે છે. ઝરીનનું કહેવું છે કે,`હું વીરમાં સલમાન ખાનની હિરોઇન હતી તેથી જ લોકો મને ઓળખે છે.’ ઝરીને એક વખત કહ્યું હતું કે,`સલમાનની સાથે ફિલ્મ વીરમાં હું કામ કરતી વખતે હંમેશા સલમાનને જોયા કરતી હતી. મને વિશ્વાસ ન હતો થતો કે હું તેની સાથે કામ કરી રહી છું.’

વીર બાદ ઝરીને હાઉસફૂલ 2, હેટ સ્ટોરી 3 અને ફિલ્મ 1921 જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેની સફળતામાં સલમાન ખાનનો સૌથી મોટો હાથ છે. એ વાત અલગ છે કે ઝરીનના કરિયરથી વધારે તેના અગંત જીવનની ચર્ચા વધારે થતી હોય છે. ઘણી વાર તેણે પોતાની બોડીને લઇને ટોન્ટ સાંભળવા પડ્યા છે.

ઉપરાંત ઝરીનને કેટરીના કૈફની હમશકલ માનવામાં આવે છે. જ્યારે સલમાન ખાન સાથે ફિલ્મ વીરમાં જોવા મળી હતી ત્યારે ફેન્સે લાગ્યું કે કેટરીના કૈફ છે. ઉલ્લેખનીય છે કે ઝરીન હિન્દી ફિલ્મોની સાથે પંજાબી અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરે છે. અત્યારે ઝરીન ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઇનસ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ માટે ઝરીન અવારનવાર ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરે છે.

કાસ્ટિંગ કાઉચનો પણ ઝરીને સામનો કર્યો હતો, શરુઆતમાં એક ડાયરેક્ટરે કિસિંગ સીનની પ્રેક્ટિસ તેની સાથે કરવાનું કહ્યું, પરંતુ ઝરીને ના પાડી દીધી હતી. ઝરીને આ વાત જાતે જ પોતાના એક ઇન્ટરવ્યુમાં સ્વીકારી હતી. ઝરીને દુઃખ સહન કરીને મુશ્કેલો વેઠી પોતાની લાઇફમાં બોલ્ડ બની ગઇ છે તે પોતાની મુશ્કેલીનો સામનો કરી શકે છે.

YC