સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી ઝરીન ખાન લગભગ 10 વર્ષથી બોલિવૂડમાં છે, જો કે તે આ વર્ષોમાં પોતાની અલગ ઓળખ બનાવી શકી નહીં. સેલિબ્રિટી બનવું સરળ નથી હોતું, ખાસ કરીને જ્યારે તમે જાહેર જગ્યાઓ પર હોવ, ત્યારે એમને જોવા માટે ભીડ ભેગી થઇ જાય છે અને ક્યારેક તો આ ભીડ બેકાબૂ બની જાય છે અને તેમને ખોટી રીતે અડવાની કોશિશ પણ કરે છે.
View this post on Instagram
ઘણા સેલેબ્સ સાથે આવું થયું છે, અને વર્ષ 2018માં ઝરીન ખાન સાથે પણ આવું જ થયું હતું જયારે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક સ્ટોર લોન્ચના કાર્યક્રમમાં પહોંચી હતી. તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી અને આ દરમ્યાન એક વ્યક્તિએ તેમને ખોટી રીતે અડવાનો પ્રયાસ કર્યો હતો.
View this post on Instagram
આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ભીડે નિયંત્રણ ગુમાવી દીધું અને તેમને અભિનેત્રીને ઘેરી લીધી. ઝરીન ખાનને જેવું ખબર પડી કે કોઈ વ્યક્તિ તેને ખોટી રીતે અડવાની કોશિશ કરી રહી છે, તેને વિચાર્યા વિના જ એ વ્યક્તિને તમાચો જડી દીધો હતો. આ મુદ્દે અભિનેત્રીએ કહ્યું હતું કે એને જે કર્યું એ દરેક છોકરીએ કરવું જોઈતું હતું.
View this post on Instagram
આ ઘટના બાદ ઝરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તેમને કહ્યું કે જ્યારે તે મોલ પહોંચી ત્યારે ભીડે તેમને ઘેરી લીધી અને તેને લાગ્યું કે જે લોકોએ તેને બોલાવી છે એમની સિક્યોરિટી આવીને તેને બચાવી લેશે, પણ તેમને ભીડમાં એકલા મૂકી દેવામાં આવ્યા. તેનો ફાયદો ઉઠાવતા કેટલાક લોકોએ તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.
View this post on Instagram
ઝરીને આરોપ લગાવ્યો હતો કે તેની સાથે સેલ્ફીના નામે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ સમયે, તેણે લોકોને ઠપકો આપ્યો અને તેની કારમાં બેસી ગઈ. ઝરીને કહ્યું હતું કે જો કોઈ સેલિબ્રિટીને બોલાવવામાં આવે છે, તો તેની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.