ખબર

ઝાલાવાડનાં રાજમાતાનું અવસાન, વર્ષો જૂનો પરંપરાનો દીવો બૂઝાયો! વાંચો અહેવાલ

સુરેન્દ્રનગર (ઝાલાવાડ)ના પ્રજાજનો જોગ એક માઠા સમાચાર છે. આ શોકસંદેશ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સ્ટેટનો છે. આજકાલ તાલુકા તરીકે અસ્તિત્વ ધરાવતું ચુડા એક સમયે ઝાલાવાડનું ગૌરવવંતુ રજવાડું ગણાતું હતું. તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ રવિવારે ચુડાના મહારાણી ભારતીદેવીનું લાંબી વય બાદ નિધન થયું છે.

Image Source

લાઠી સ્ટેટના રાજકુંવરી હતા —

ચુડાની ગાદી પર આઝાદીના ઉદયકાળે ધર્મેન્દ્રસિંહજી ઝાલા ગાદી પર આવ્યા હતા. ભારતીદેવીના લગ્ન એમની સાથે થતા તેઓ ચુડાના રાજરાણી બનેલાં. મૂળે ભારતીદેવી અમરેલીના લાઠી રજવાડાનાં રાજકુમારી હતાં. ભારતીદેવી સૌરાષ્ટ્રની દાયકાઓ જૂની રીતિનીતિના સાક્ષી રહ્યાં છે.

પુત્રો સાથેના વિવાદને લઈને થયેલી ચર્ચા —

ભારતીદેવી અને ધર્મેન્દ્રસિંહજીને ચાર પુત્રો છે. ૧૯૯૯માં ધર્મેન્દ્રસિંહજીના અવસાન બાદ મિલકત વહેંચણીને લઈને ચારે પુત્રો અને રાજમાતા વચ્ચે થયેલો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. બાદમાં પણ એકવાર મોટાપુત્ર સાથે મિલકતની સાચવણી બાબતમાં થયેલ વિવાદ પોલિસ સુધી પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે, કે રાજમાતા ભારતીદેવીના પતિ ધર્મેન્દ્રસિંહજીનું આઝાદી પછીના સૌરાષ્ટ્રની રાજનીતિમાં ઘણું પ્રદાન રહેલું છે. તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા. ચુડામાં કેળવણી મંડળ સ્થાપના કરવા જેવાં કાર્યો માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.

હરપાળદેવના વંશજો છે ચુડાના રાજવીઓ —

સંવત ૧૧૫૧માં પાટડી ખાતે ઝાલાવાડ આદ્યપુરુષ ગણાતા હરપાળદેવજીએ ગાદી સ્થાપી એ પછી તેમના વંશજો હળવદ, વઢવાણ, વાંકાનેર, લીંબડી અને ચુડામાં વિસ્તર્યા હતા. ૧૮મી સદીની શરૂઆતમાં માધવસિંહજીના પુત્ર અભયસિંહજી (અભેસિંહ) ઝાલાએ ચુડા ખાતે ગાદી સ્થાપી હતી.

રાજમાતા ભારતીદેવીનું અવસાન થતા એક ગૌરવવંતો ચીલો ભૂંસાયો છે. ચુડા અને આખું ઝાલાવાડ રાજમાતા ભારતીદેવીને શ્રધ્ધાંજલી પાઠવે છે.

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks