વગર હેલ્મેટે બાઈક ચલાવે છે ગુજરાતનો આ વ્યક્તિ, પોલીસ ક્યારેય નથી કરતી દંડ, ચોંકાવનારું છે કારણ

જાણો કોણ છે આ વ્યક્તિ જે હેલ્મેટ વગર બાઈક ચલાવે છે છતા ગુજરાત પોલીસ દંડ નથી કરતી

લોકોની સેફ્ટી માટે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો કાયદો બનાવ્યો છે. આ દરમિયાન રોજ હજારો લોકો એવાં હશે જેઓ ડ્રાઈવીંગ લાઈસન્સ અને હેલ્મેટ વગર બાઈક ચલાવે છે, જેથી તેમને દંડ પણ ભરવો પડે છે. પરંતુ હવે જો અમે તમને એમ કહીએ કે એવા વ્યક્તિઓ પણ છે જે હેલ્મેટ વગર બાઈક ચલાવે છે છતા પોલીસ તેમને દંડ કરી શકતી નથી. કદાચ આ વાત તમને મજાક લાગતી હશે પરંતુ આ મજાક નથી હકિકત છે.

હકિકતમાં રાજ્યના છોટાઉદેપુરના રહેવાસી આ વ્યક્તિને પોલીસ ક્યારેય દંડ નથી કરતી. આ વ્યક્તિનું નામ જાકિર મેમન છે અને તે હેલ્મેટ વિના જ બાઈક ચલાવે છે છતા પણ કોઈ પોલીસ તેની પાસેથી દંડ વસુલતી નથી. છોટા ઉદેપુરમા બોડેલી શહેરમાં રહેતા જાકિર મેમણ જ્યારે હેલ્મેટ વગર ગાડી ચલાવતા હતા ત્યારે પોલીસે તેને રોક્યા.


ત્યાર બાદ મોટર વ્હિકલ અધિનિયમ 2019 હેઠળ દંડ ભરવા માટે કહ્યું. પરંતુ જ્યારે જાકિર મેમણે હેલ્મેટ ન પહેરવા પાછળનું કારણ બતાવ્યું ત્યારે પોલીસે તેને દંડ કર્યા વગર જવા દીધો. જો કે આ વ્યક્તિએ હેલ્મેટ ન પહેરાનું જે કારણ બતાવ્યું તેને જાણીને તમે પણ ચોકી જશો. મેમણે કહ્યું કે તેના માથાનો આકાર એટલો મોટો છે કે બજારમાં તેના મથામાં આવે તેટલું મોટું કોઈ હેલ્મેટ ઉપલબ્ધ નથી. તેમનું કહેવું છે કે કોઈ પણ હેલ્મેટ તેના માથામાં આવતું નથી, કારણ કે તેનું માથું હેલ્મેટથી મોટું છે.

આ અંગે બોડેલી ટ્રાફિક બ્રાન્ચના અધિકારી વસંત રાઠવાનું કહેવું છે કે, આ એક અનોખી સમસ્યા છે અને અમે મેમણની આ સમસ્યાને જાણીને તેને કોઈ દંડ નથી ફટકાર્યો. જો કે જ્યારે પણ તે બાઈક ચલાવે છે ત્યારે જરૂરી બધા ડોક્યુમેન્ટ સાથે રાખે છે.

આ અંગે મેમણે પણ કહ્યું કે, જ્યારે પણ બજારમાં કે બહાર બાઈક લઈને જાય છે ત્યારે બાઈકના તમામ ડોક્યુમેન્ટ તેની સાથે રાખે છે. પરંતુ ઈચ્છા હોવા છતા તે હેલ્મેટ પહેરી શકતા નથી. તેમનું કહેવું છે કે હું કાયદાનું સન્માન કરૂ છું અને હેલ્મેટ પહેરીને કાયદાનું પાલન કરવા માગું છું. મે ઘણી હેલ્મેટની દુકાનોએ તપાસ કરી પરંતુ મારા માથાના માપનું હેલ્મેટ ક્યાંય ઉપલબ્ધ નથી. તેથી મારે ના છૂટકે વગર હેલ્મેટે બાઈક ચલાવવી પડે છે.

YC