પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા તબલા વાદક ઝાકિર હુસૈન ? પહેલા પરફોર્મન્સ માટે મળ્યા હતા માત્ર 5 લાખ .. જાણો

 

અમેરિકા-યુરોપ સુધી તબલાના દીવાના, એક કોન્સર્ટ માટે હુસૈન લેતા હતા 5-10 લાખ રૂપિયા ફીસ…જાણો નેટવર્થ

મશહૂર તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે નિધન થયુ છે, તેઓ છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. જો કે 16 ડિસેમ્બરે 73 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. હુસૈન તેમના પિતા પાસેથી તબલા વગાડવાનું શીખ્યા હતા. તેમણે નાનપણથી જ તબલા વગાડવાનું શરૂ કર્યું હચુ અને પછી આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા.

પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડ વિજેતા ઝાકિર હુસૈન કરોડોની સંપત્તિ તેમની પાછળ છોડી ગયા છે. તેમણે અમેરિકાથી લઈને યુરોપ સુધી દરેકને તબલા માટે દિવાના બનાવી દીધા હતા. સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા પણ પ્રખ્યાત તબલાવાદક હતા. તેમણે મુંબઈની સેન્ટ માઈકલ હાઈસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું અને પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થયા.

તેમણે નાનપણથી જ પિતા પાસેથી તબલા વગાડવાની યુક્તિઓ શીખી હતી અને અભ્યાસ પૂરો કરતા પહેલા જ કોન્સર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. 12 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનું પહેલું પરફોર્મન્સ આપવા માટે તેમને 5 રૂપિયા મળ્યા હતા. અહેવાલો અનુસાર, આ નાની શરૂઆત પછી તેમનું નામ આખી દુનિયામાં એટલું પ્રખ્યાત થઈ ગયું કે તેમના એક કોન્સર્ટની ફી 5-10 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ.

ઝાકિર હુસૈનની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો વિવિધ અહેવાલો અનુસાર લગભગ 1 મિલિયન ડોલર એટલે કે 8.48 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે 22 વર્ષની ઉંમરમાં તેમણે 1973માં પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. ઉસ્તાદ ઝાકિર હુસૈનની કમાણીનો મોટો ભાગ તબલા વાદનથી જ આવતો હતો, પરંતુ આ સિવાય તેમણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો.

પોતાના કરિયરમાં તેમણે 12 ફિલ્મોમાં કામ કર્યું. માત્ર પાંચ રૂપિયાથી નાની શરૂઆત કરનાર ઝાકિર હુસૈન ઝડપથી ફેમસ થઈ ગયા અને ગ્લોબલ આઈકન બની ગયા. તેમને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. તેમણે પોતાના નામે 5 ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. આ સિવાય તેમને 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મ ભૂષણ અને પછી ગયા વર્ષે 2023માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સ્વર્ગસ્થ તબલાવાદક ઝાકિર હુસૈન તેમની પાછળ તેમની પત્ની અને બે પુત્રીઓને છોડીને ગયા છે.

Shah Jina