આ સુંદર યુવતી રાતોરાત થઇ ફેમસ, બાપ ક્રિકેટર છે અને માતા રાજકારણી

પાકિસ્તાન સુપર લિગ 2020 જયારે ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીઓ સહિત અનેક વિદેશી ખેલાડીઓ પણ હતા. કોઇ પણ દેશની ક્રિકેટ લિગ હોય, નાના ફોર્મેટની ક્રિકેટ મેચમાં ગ્લેમરનો મહત્વપૂર્ણ રોલ હોય છે જેના માટે મેચ દરમિયાન ચીયર લીડર હાજર રહે છે. સાથે સાથે તે દર્શકોનું પણ મનોરંજન કરતા રહે છે.

આઇપીએલ હોય કે સીપીએલ અથવા પાકિસ્તાનમાં થનારી પીએસએલ બધી જ લીગમાં ચીયર લિડર્સ ઉપરાંત મહિલા પ્રેસેંટેર્સ પણ ગ્લેમર લાવે છે. પાકિસ્તાન સુપર લિગમાં પણ ઝૈનબ અબ્બાસ જે પીએસએલમાં પ્રેસેંટેર્સ જોવા મળે છે. તો આવો જાણીએ આ ઝૈનબ અબ્બાસ કોણ છે ?

પાકિસ્તાનની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ઝૈનબ અબ્બાસ આ દિવસોમાં ઘણી લોકપ્રિય થઇ છે. દુનિયાભરમાં ઝૈનબ અબ્બાસને ઓળખ મળી રહી છે. ઝૈનબ અબ્બાસે વિશ્વભરમાં ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

એવું માનવામાં આવે છે કે ક્રિકેટને ફક્ત પુરુષો જ સમજી અને રમી શકે છે. પરંતુ ઝૈનબ અબ્બાસે આ વાત પર ફૂલસ્ટોપ મૂકી દીધું છે. લોકો ઝૈનબ અબ્બાસની કુશળતાના વખાણ કરી રહ્યા છે. આટલું જ નહીં ICCએ પણ તેની ક્ષમતાની પ્રશંસા કરી. આવી સ્થિતિમાં ICCએ ઝૈનબ અબ્બાસને વર્લ્ડ કપમાં તેની હોસ્ટ લિસ્ટમાં પણ સામેલ કરી લીઘી છે.

ઝૈનબ અબ્બાસના પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમનું નામ નાસિર અબ્બાસ છે. ઝૈનબ અબ્બાસની માતા એક રાજકારણી છે. અંદલિબ અબ્બાસ તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીની નેતા છે. ઝૈનબ અબ્બાસે શરૂઆતથી જ તેના પિતાને ક્રિકેટ રમતા જોયા છે. ઝૈનબના પિતા જ તેના માર્ગદર્શક છે.

ઝૈનબ અબ્બાસ અનુસાર જયારે તેમની પરિક્ષા હોય ત્યારે પણ તે મેચ જોવાનું છોડતી ન હતી. ઝૈનબ અનુસાર તેની પાસે ઘણું કામ છે પરંતુ તે એ જ કરવા માંગે છે જે અત્યારે કરી રહી છે.

Shah Jina