દીપેશ ભાન : છેલ્લી પળોમાં શું થયુ ? નીચે પડ્યો, શ્વાસ થમવા લાગ્યા…પછી મિત્રની બાહોમાં જ તોડી દીધો દમ

અંતિમ પળોમાં એવું શું થયુ જેના કારણે થઇ દીપેશ ભાનની મોત, મિત્રએ જણાવી પૂરી કહાની

‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાન હવે આ દુનિયામાં નથી રહ્યો. 23 જુલાઈના રોજ 41 વર્ષની વયે તેણે દુનિયાને અલવિદા કહી દીધું. સોમવારે તેના માટે આયોજિત પ્રાર્થના સભામાં તેની સાથે કામ કરનારા કો-સ્ટાર્સ સિવાય અન્ય મિત્રો તેને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. આ સિવાય ટીવી જગતના ઘણા મોટા સ્ટાર્સ પણ આ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેતાને યાદ કરીને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

પ્રાર્થના સભામાં દિપેશના મિત્ર ઝૈન ખાને મીડિયા સાથે વાત કરી હતી અને અભિનેતાની અંતિમ ક્ષણો વિશે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી હકી. તેણે જણાવ્યું કે શનિવારે સવારે લગભગ 7.20 વાગ્યે તે મારી પાસે આવ્યો અને મને ક્રિકેટ રમવાનું કહેવા લાગ્યો. અમે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. સામાન્ય રીતે તે શનિવારે ક્રિકેટ રમતા નહોતા કારણ કે તેને શૂટિંગ માટે જવાનું હતું. પરંતુ તે દિવસે તે ક્રિકેટ રમવા માંગતો હતો કારણ કે તેનું શૂટિંગ મોડું શરૂ થવાનું હતું.

તે દિવસને યાદ કરતાં ઝૈન કહે છે કે તે દિવસે હું બેટિંગમાં હતો અને તે બોલિંગ ટીમમાં હતો. ઓવર બોલ નાખ્યા બાદ તે કેપ લેવા મારી પાસે આવ્યો અને અચાનક મારા પગ પાસે પડ્યો. તેને જોઈને મને સમજાયું કે તેના શ્વાસ થમી રહ્યા છે. અમે તરત જ તેને કાર દ્વારા હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. દિપેશનું બાળક હજુ ઘણું નાનું છે.

 

View this post on Instagram

 

A post shared by mid-day (@middayindia)

તેના મિત્ર ઝૈને કહ્યું કે તે તેને કાકા કહે છે. દિપેશ ઇચ્છતો હતો કે તેનો પુત્ર ગાયક બને. તેણે કહ્યું કે તે તેમના બાળકની સંભાળ રાખશે, સાથે જ તેના મિત્ર વિશે ફેલાવવામાં આવતી અફવાઓનો અંત લાવવા અપીલ કરી છે. વાતચીતમાં તેણે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે તેણે વધુ પડતા વર્કઆઉટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Shah Jina