મનોરંજન

ઝહીર ખાને પત્ની સાથે મનાવી દિવાળી, લોકો તૂટી પડ્યા- શરમ કર, ધર્મ પરિવર્તન કરાવી લીધું કે શું? અને પછી…

ભારતમાં દિવાળીનો પર્વ લોકોએ ધામધૂમથી ઉજવ્યો. તેમાં પણ સેલિબ્રિટી દ્વારા આ ઉત્સવની ઉજવણી કરી પોતાના ચાહકોને પોતાના ફોટા સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોએ પોતાના ફોટા અલગ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા, જેમાં કેટલાક સેલિબ્રિટીના ફોટા ખુબ જ ચર્ચામાં પણ રહ્યા.

Image Source

આવા જ ચર્ચામાં રહેલા ફોટામાં ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પણ સામેલ છે.

Image Source

ઝહિરે પોતાની પત્ની સાગરિકા સાથે દિવાળી પર્વની ઉજવણી કરી અને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પત્ની સાથે ફોટો પોસ્ટ કરી અને પોતાના ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી હતી. પરંતુ ઝહીરની આ પોસ્ટ કટ્ટરપંથીઓના નિશાના ઉપર આવી ગઈ અને લોકોએ ઝહીરને ટ્રોલ કરવાનો એક મોકો મળી ગયો.

ઝહીર આ ફોટામાં પોતાની પત્ની સાગરિકા સાથે જોવા મળે છે. સાગરિકાના હાથમાં આરતીની થાળી છે અને ઝહીર હિન્દૂ સંસ્કૃતિમાં જેમ લોકો પૂજાની તૈયારી કરીને બેઠા હોય તેમ પલાંઠી વાળીને બેઠેલો જોવા મળે છે.

આ બાબત ઘણાં લોકોને પસંદ ના આવી અને ઝહીરને સલાહો આપવા લાગી ગયા. કોઈએ કહ્યું કે “ઝહીર તે ધર્મ પરિવર્તન કરાવી લીધું કે શું?” તો કોઈએ “કંઈક તો શરમ કર.” એવું પણ કહ્યું.

ઝહીરની આ ટ્વીટ સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચાનો વિષય બની રહી છે. ઝહિરે બોલીવુડની સુંદર અભિનેત્રી સાગરિકા ઘાટકે સાથે નવેમ્બર 2017માં લગ્ન કર્યા છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.