ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેનું મુંબઈ સ્થિત ઘર છે ખુબ જ સુંદર, જુઓ અંદરની તસ્વીરો
લોકડાઉન બાદ ઘણા સેલેબ્રિટીઓ માતા પિતા બનવાના સમાચાર આપી રહ્યા છે. થોડા સમય પહેલા જ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતા પિતા બનવાના સમાચાર આપીને ચાહકોને ખુશ કરી દીધા હતા. હવે વિરાટ અને અનુષ્કા બાદ ભારતીય ટીમના બીજા એક પૂર્વ ક્રિકેટરે પિતા બનવાની જાહેરાત કરી છે.

ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઝહિર ખાનના ઘરે પણ હવે થોડા જ સમયમાં બાળકની કિલકારીઓ ગુંજવાની છે. એક સમાચાર પત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ઝહીરની પત્ની અભિનેત્રી અને મોડેલ સાગરિકા ઘાટગે પ્રેગ્નેટ છે.

ઝહીર ખાન હાલમાં આઇપીએલ ફ્રેન્ચાઈજી મુંબઈ ઇન્ડિયન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ છે. હાલમાં જ ફ્રેન્ચાઈજી દ્વારા યુએઈમાં ઝહીરનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઝહીર અને સાગરિકા તરફથી હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી.

સાગરિકા ઘાટગે એ ફિલ્મ “ચક દે ઇન્ડિયા”થી પોતાની ઓળખ બનાવી હતી. તેને નવેમ્બર 2017માં ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કરી લીધા હતા. હાલમાં બંને મુંબઈમાં પોતાના સપનાના ઘરની અંદર રહે છે. બંનેનું ઘર પણ ખુબ જ આલીશાન છે, જેની ઘણી તસવીરો ઝહીર પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે.

ઘરનું ઇન્ટરિરિયર સાગરિકા અને તેની બહેન નંદિતાએ મળીને તૈયાર કર્યું હતું. ઝહીર ખાનના ઘરનો દીવાન ખંડ પણ ખુબ જ સુંદર છે તેમાં સફેદ રંગની દીવાલો સાથે મેચિંગ સોફા પણ લગાવવામાં આવ્યા છે.

સાગરિકા એક શાહી પરિવારમાંથી આવે છે. તેના પિતાનું નામ વિજયસિન ઘાટગે છે. સાગરિકાની દાદી સીતા રાજે ઘાટગે ઈંદોરના મહારાજા તુકોજીરાવ હોલ્કરની તૃતીય દીકરી હતી. સાગરિકા રાષ્ટ્રીય સ્તરની હોકી પ્લેયર પણ રહી ચુકી છે.

સાગરિકા અને ઝહીરની મુલાકાત એક કોમેન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. તે બંનેનો સંબંધ ત્યારે સામે આવ્યો જયારે યુવરાજ અને હેજલ કિચન રિસેપશનમાં તે બંને પહોંચ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.