જ્યોતિષ શાસ્ત્ર

સાવરણીને આ સ્થાન પર રાખો તો ક્યારેય પૈસાની કમી નહી આવે, જાણો શાસ્ત્ર શું કહે છે

વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને લક્ષ્મી એટલે કે ધનનું પ્રતીક માનવામાં આવે છે. તેના કારણે તેનાથી જોડાયેલી શુકન-અપશુકનની આપણા જીવનમાં ઘણી અસર પડે છે. ઘરમાં સાવરણીથી સાફ-સફાઈ કરવીએ પણ દૈનિક ધાર્મિક સંસ્કારથી જોડાયેલું કાર્ય છે.

સફાઈથી હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સિંચન થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીથી જોડાયેલી ઘણી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો એ વાતનું પાલન કરવામાં આવે તો આપણી ઉપર હંમેશા લક્ષ્મીજીની કૃપા રહે છે. સાથે સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે.

તો એવો જાણીએ સાવરણીથી જોડાયેલી વાત. તમે ક્યારેય વિચાર્યું છે કે સાવરણીનું સ્થાન બદલવાથી તમારી કિસ્મત ચમકી જાય. ઘરને સાફ સફાઈ રાખવુ દરેક વ્યક્તિનુ કર્તવ્ય છે. અને ઘરને સાફ રાખવા માટે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ.

Image Source

મહાલક્ષ્મી આગમન ત્યાં જ થાય છે. જ્યાં સ્વચ્છતા છે.સાવરણીને ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવુ. તેનાથી નેગેટિવ એનર્જી આપણા ઘરમાં આવે છે. સાવરણીને હંમેશાં ઢાંકીને રાખવું જોઈએ દેખાય તેવુ ન રાખવુ જોઈએ. સાવરણીને ક્યારેક ખાવા વાળી જગ્યા ન રાખો જ્યાં તમે જમતા હોય ત્યાં ન રાખો અને જ્યાં તમે જમવાનું બનાવતા હતા તે જગ્યાએ ન રાખવુ. કારણકે ત્યાં રાખવાથી પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ ઊભી થાય છે. અને અનાજમાં ખોટ આવે છે.

Image Source

જે લોકો ભાડે મકાનમાં રહેતા હોય છે. ત્યારેએ લોકો મકાન બદલાવે તઅથવા નવું મકાન બનાવે ત્યારે ગૃહ પ્રવેશ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કેતમારું જૂનું સાવરણી તમારા જુના ઘરે ના રહી જાય. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો જૂનું સાવરણી જુના ઘરે ભૂલી જાવ તો લક્ષ્મી પણ જુના ઘરમાં જ રહી જાય છે.

અને નવા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વિકાસ અટકી પડે છે. સાવરણીને દિવસ દરમિયાન તેને છુપાઈને રાખવુ અને રાત દરમ્યાન મુખ્ય દરવાજા પાસે રાખવું જેથી નેગેટીવ એનર્જી તમારા ઘરમાં પ્રવેશે નહી. જ્યારે તમે સાવરણી ખરીદતા હોવ ત્યારે એક સાથે ત્રણ સાવરણી ખરીદવા. ગુરુવારના દિવસે ઝાડુ ન લગાવો એવુ કરવાથી મહાલક્ષ્મી રૂઠી જાય છે.

જ્યારે તમે પોતુ કરતાં હોવ ત્યારે પાણીમાં મીઠું નાખો. જેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ઉત્તર દિશામાં સાવરણીરાખવાથી ઘરમાંથી ધનનો સફાયો થવા લાગે છે. જો ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણી રાખવામાં આવે તો તમે હમેશા કન્ફ્યુઝ રહો છો.તો પૂર્વમાં ઝાડુ રાખવાથી પાડોશી સાથે લડાઈની આશંકા વધી જાય છે.સાવરણી રાખવાની સૌથી સારી દિશા દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ છે. આ કરવાથી તમારા જીવનમાંથી બધીજ નકારાત્મકતા દૂર થઇ જાય છે.

Image Source

સાવરણીને ક્યારેય બેડરૂમમાં ન રાખો નહીં તો પતિ અને પત્ની વચ્ચે ઝઘડા અને તણાવ ઉભુ થશે. સાવરણીને ક્યારે ઊભું ન રાખો. તેવુ અપશુકન માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને સાવરણીથી ન મારવુ. ક્યારે સાવરણી ઉપર પગ ન રાખો એમ કરવાથી મહાલક્ષ્મી જાય છે.

જ્યારે પણ તમારા ઘરનો વ્યક્તિ સારા કામ માટે જાય અને તે નીકળ્યા પછી જાડુ ન લગાડો તેઓ જો ઝાડુ કરવામાં આવે તો તેનું કામ બગડી જાય છે. સંધ્યાકાળ પછી કચરા-પોતા ન કરવો જોઈએ. તૂટેલી ઝાડુ ક્યારેય ન વાપરવી. કારણ કે તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે. સાવરણીને પશ્ચિમ દિશામાં સંતાડીને રાખવુ.