ખેલ જગત

ક્રિકેટર ચહેલના લગ્ન થયા નક્કી, સુંદર ફિયાન્સની 10 તસ્વીરો જોઈને વિરાટ કોહલીના પણ હોંશ ઉડી જશે

ભારતીય સ્પિનર યજુવેન્દ્ર ચહેલે સોશિયલ મીડિયા ઉપર પોતાની સગાઈની તસવીરો શેર કરી છે. તેને આ તસવીરો શેર કરતા કેપશનમાં લખ્યું છે કે “અમે લોકોએ હા કહી, પોતાના પરિવારજનોની વચ્ચે”.

ચહેલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી જાણકારી પછી તેને શુભેચ્છાઓ મળવાની શરૂ થઇ ગઈ છે. કે.એલ રાહુલથી લઈને હાર્દિક પંડ્યા સુધી ચહેલને નવા જીવનની શુભકામનાઓ આપવામાં આવી રહી છે.

ચહલ ભારતીય ટીમમાં એક સ્પિનર બોલરની સાથે આઈપીએલમાં આરસીબી ટિમ માટે પણ ક્રિકેટ રમી રહ્યો છે.

લોકડાઉન દરમિયાન તે સોશિયલ મીડિયામાં ઘણો જ એક્ટવી જોવા મળ્યો હતો. ચહેલે આજે શનિવારના રોજ પોતાની સગાઈની તસવીરો પણ શેર કરી છે.

ચહલ જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેનું નામ છે ધનશ્રી વર્મા. ધનશ્રી એક ડોક્ટર છે અને સાથે જ તેની એક યુ ટ્યુબ ચેનલ પણ છે.

લોકડાઉન દરમિયાન ચહલ અને ધનશ્રી એક બીજા સાથે ઝૂમ વર્કશોપમાં નજરે આવ્યા હતા.

આઈપેઈલ 2020નો આરંભ 19 સપ્ટેમ્બરથી થવાનો છે. 20 ઓગસ્ટ બાદ ટિમ ફ્રેન્ચાઈજી યુએઈ જવા માટે રવાના થશે. એ દરમિયાન જ યુએઈ જતા પહેલા જ ચહેલે પોતાની દુલ્હનની પસંદગી કરી લીધી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.