ક્રિકેટ જગતના સૌથી ચર્ચિત પ્રેમી પંખીડા બીજું હનીમૂન માણી રહ્યા છે, જુઓ ક્યૂટ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ કપલ ઘણા પોપ્યુલર છે. તેઓ ઘણીવાર તેમના જીવનની પળો ચાહકો સાથે શેર કરતા હોય છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી લગ્નના 2 મહિના બાદ બીજા હનિમુન પર માલદિવ પહોંચ્યા છે. લગ્ન બાદ આ કપલ હનિમુન માટે દુબઇ ગયા હતા. ત્યારે હવે લગ્નના 2 મહિના બાદ તેઓ ફરી હનિમુન પર ગયા છે. આ વખતે તેઓ હનિમુન માટે માલદિવ પહોંચ્યા છે.
ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ સમયે ટીમ સાથે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી મેચનો હિસ્સો નથી પરંતુ 12 માર્ચથી શરૂ થનારી ટી 20 સીરિઝમાં તેઓને સામેલ કરવામાં આવશે.
ચહલ આ સમયે પત્ની ધનશ્રી સાથે સમય વીતાવી રહ્યા છે. ચહલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ પત્ની સાથે ડિનર ડેટ પર ગયા હતા.
યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માલદીવનો ખૂબસુરત નજારો શેર કર્યો હતો અને તેની સાથે ધનશ્રી પણ જોવા મળી હતી. ચહલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
તમને જણાવી દઇએ કે, ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. તે અવાર-નવાર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. ધનશ્રી ડાંસર અને કોરિયોગ્રાફર છે. તેના ડાંસ યુ ટયુબ પણ ઘણા પોપ્યુલર છે. તે તેના ડાન્સ મૂવ્સને લઇને ઇન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે.
હાલમાં જ પંજાબી સિંગર જસ્સી ગિલ સાથે ધનશ્રીનો વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો હતો. જસ્સીએ ધનશ્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ શેર કરી હતી.