ભારતીય ટીમના સ્ટાર સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલ હાલ તો આઇપીએલમાં રોયલ ચેલેન્જર બેંગલોર તરફથી રમી રહ્યો છે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહ્યો છે. ત્યારે પત્ની ધનાશ્રીના જન્મ દિવસ ઉપર યુજવેન્દ્ર ચહલે પત્ની ધનાશ્રી માટે એક ખુબ જ રોમાન્ટિક પોસ્ટ પણ શેર કરી છે.
ચહલ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ ઉપર તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં તે પત્ની ધનાશ્રી સાથે જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં બંને ખુબ જ રોમાન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે, અને તેમના પોઝ પણ ખુબ જ રોમાન્ટિક લાગી રહ્યા છે. ચહલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.
તસવીરો શેર કરવાની સાથે જ ચહલે એક શાનદાર કેપશન પણ આપ્યું છે. તેને લખ્યું છે કે, “જન્મ દિવસની શુભકામનાઓ મારા પ્રેમ. તમે જીવનમાં સૌથી સારાને લાયક છો. કારણ કે તમે સૌથી સારા છો જે ત્યા સુધી મારી સાથે રહ્યા છો. મારા જીવનમાં અજવાળું ફેલાવવા વાળી પરીને જન્મ દિવસની શુભકામનાઓ. હું બહુ જ આભારી છું કે હું રોજ તમારા માટે રસ્તો શોધવામાં સક્ષમ હતો. ફરીવાર જન્મ દિવસની શુભકામનાઓ મારી પત્ની.”
ચહલ દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ ઉપર તે બંનેના ચાહકો પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે, ચાહકોની સાથે સાથે સેલેબ્રિટીઓ પણ તેમની આ પોસ્ટની અંદર કોમેન્ટ કરી અને ધનાશ્રીને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે.
તો ધનાશ્રીના જન્મ દિવસ પહેલા જ યુજવેન્દ્ર ચહલે તેને એક શાનદાર ભેટ પણ આપી હતી. ધનાશ્રીએ પણ કોમેન્ટ કરીને ચહલની આ ભેટ માટે તેનો આભાર વ્યક્ત કર્યો છે. ધનાશ્રીએ ચહલની એક પોસ્ટ ઉપર જ કોમેન્ટ કરતા જણાવ્યું છે કે બેસ્ટ બર્થ ડે ગિફ્ટ. આ પોસ્ટમાં ચહલ વિકેટ લઈને સેલિબ્રેટ કરતો જોવા મળી રહ્યો છે.
યુજવેન્દ્ર ચહલ ગઈકાલે મુંબઈ સામેની મેચમાં ખુબ જ શાનદાર બોલિંગ કરી હતી. તેને 4 ઓવરની અંદર 1 મેઇડન ઓવર સાથે માત્ર 11 જ રન આપી અને ત્રણ શાનદાર વિકેટો પણ ઝડપી લીધી હતી. ચહલની આ બોલિંગને લઈને જ ધનાશ્રીએ તેની આ ત્રણ વિકેટને જન્મ દિવસની બેસ્ટ ગિફ્ટ માની છે.
તમને જણાવી દઈએ કે ચહલ અને ધનાશ્રીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર 2020માં થયા હતા. તે ખુબ જ ચર્ચિત કપલમાંના એક છે. તે હંમેશા પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો અને ડાન્સના વીડિયો સાથે મસ્તી ભર્યા વીડિયોને શેર કરતા રહે છે.
ચહલની પત્ની ધનાશ્રી એક ડાન્સર છે અને તેના ડાન્સ વીડિયો તે તેના સોશિયલ મીડિયાની સાથે સાથે તેના યુટ્યુબ ચેનલ ઉપર પણ પ્રસારિત કરે છે. જેના કારણે તેની લોકપ્રિયતા ખુબ જ વધારે છે. અને ભારતીય ટીમના સ્ટાર બોલર ચહલ સાથે લગ્ન કર્યા બાદ તો તે લાઇમ લાઇટમાં પણ છવાઈ ગઈ છે.
તો ધનાશ્રી સાથે લગ્ન બાદ ચહલ પણ ડાન્સના રંગે રંગાઈ ગયો છે. ચહલ અને ધનાશ્રીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે. ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરે છે. ઘણા વીડિયોમાં ચહલનો અંદાજ ચાહકોને વધુ પસંદ આવે છે અને મજેદાર કોમેન્ટ પણ કરતા હોય છે.