યુવરાજ સિંહ જાડેજાની વધી મુશ્કેલીઓ, આવ્યું પોલીસનું સમન્સ… કહ્યું, “મને જેલમાં પણ નાખી દો, પરંતુ હું સત્ય સાબિત કરીને બતાવીશ..”, જુઓ

વિધાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર SOG દ્વારા મોકલવામાં આવ્યું સમન્સ, કટાક્ષમાં બોલ્યા..”મામાનું તેડું આવી ગયું…” જુઓ બીજું શું કહ્યું ?

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ડમી કાંડનો મામલો સતત ચર્ચામાં છે. આ મામલે રોજ નવા નવા ખુલાસાઓ પણ થઇ રહ્યા છે. ત્યારે હવે આ મામલે એક નવો વળાંક પણ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર પૈસા લેવાના મામલામાં આક્ષેપો થયા બાદ ભાવનગર પોલીસ દ્વારા સમન્સ પાઠવીને યુવરાજ સિંહને 12 વાગે ભાવનગર એસઓજી કચેરીમાં જવાબ આપવા માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

આ સમનની તસવીર યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. સાથે જ કેપશનમાં કટાક્ષ કરતા જણાવ્યું છે કે, “ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે.” ત્યારે આ પોસ્ટ પર ઘણા લોકો કોમેન્ટ કરીને યુવરાજ સિંહને સપોર્ટ કરવાની વાત પણ કહી રહ્યા છે.

આ સમગ્ર મામલાની વાત કરીએ તો ગત 14 એપ્રિલના રોજ ભાવનગર પોલીસ દ્વારા ડમી કાંડ મામલે કુલ 36 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ નોંધાયાના બીજા જ દિવસે યુવરાજ સિંહના જુના સાથી બિપિન ત્રિવેદીએ એક વીડિયો શેર કરીને યુવરાજ સિંહ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Yuvrajsinh Jadeja (@yajadeja_)

તેમણે જણાવ્યું હતું કે યુવરાજ સિંહે ડમી કાંડમાં ચોક્કસ વ્યક્તિને લઇ 55 લાખમાં ડીલ કરી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. જેના બાદ યુવરાજ સિંહે આ આરોપોને પાયા વિહોણા પણ ગણાવ્યા હતા. યુવરાજ સિંહે ટ્વિટ કરીને પોતાની વાત રજૂ કરી હતી અને તેમને એક પણ રૂપિયો લીધો ના હોવાનું પણ જણાવ્યું હતું.

Niraj Patel