સિંહ રિટાયર થાય છે પણ એની યાદ તો હંમેશા રહેશે! વાંચો ક્લીક કરીને યુવરાજની અલવિદા વિશે

0

‘મેં મારી આખી સફરમાં મારા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો જ પ્રયત્ન કર્યો.’

આ શબ્દ છે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સદાય માટે પોતાનું જ્વલંત નામ અંકિત કરી દેનારા યુવરાજસિંહના. એમને અહીં આજે યાદ કરવાનું કારણ એ જ કે, તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી છે! હા, હવે સ્ટુઅર્ટ બોર્ડના છ બોલે છ છગ્ગા ફટકારનાર અને ૨૦૧૧નો વર્લ્ડ કપ ભારતને નામ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન પર જોવા નહીં મળે! યુવરાજના ભારતભરમાં લાખો પ્રશંસકો છે. એમની જાંબાજ રમત અને હિંમતવાન જીંદગીના લાખો ચાહકોની આજે આંખો ભીની તો થવાની.

Image Source

જો ફરિયાદ કરીશ તો બોલની સ્પીડ વધી જશે! —

યુવરાજના સાથી ક્રિકેટર અને ખાસ મિત્ર હરભજન સિંહે જણાવ્યું હતું, કે યુવરાજના પિતા યોગરાજસિંહ નાની ઉંમરમાં યુવરાજને દરરોજ પ્લાસ્ટીકના બોલથી પ્રેક્ટિસ કરાવતા. લગભગ દોઢસો બોલ રમાડતા. બોલથી ગતિ હંમેશા ૧૪૦ કિલોમીટરની ઉપર રહેતી. યોગરાજ યુવીને કહેતા કે, રખે બોલ તને વાગે અને ઉંહકારો કરીશ તો છે એનાથી વધારે ઝડપે બોલ આવશે!

આવા કઠોર પરિશ્રમનું જ કારણ છે કે, યુવરાજ જ્યારે મેદાન પર રમી રહ્યો હોય ત્યારે એને સિક્સર મારવા મારે જોર નહોતું કરવું પડતું. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ પણ બોલર હતા.

Image Source

કિંગ્સલેન્ડના મેદાનનો એ દિવસ બોર્ડ માટે દુ:સ્વપ્ન સમાન —

૨૦૦૭ના ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની મેચથી યુવરાજસિંહે ક્રિકેટપ્રેમીઓના હ્રદયમાં જે સ્થાન મેળવ્યું એ અદ્ભુત હતું. કિંગ્સલેન્ડના ગ્રાઉન્ડ પર ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૭ના દિવસે રમાયેલી મેચમાં યુવરાજે ઇંગ્લાન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડની એક આખી ઓવર છક્કાઓથી ભરી દીધી હતી: છ બોલમાં છ સિક્સર! આ વખતે યુવરાજે માત્ર ૧૨ બોલમાં અર્ધી સદી લગાવી હતી. જે એક રેકોર્ડ છે. ૨૦૦૭નો વર્લ્ડ કપ ભારત જીત્યું એમાં યુવરાજસિંહનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું.

Image Source

૨૦૧૧ના વિશ્વકપનો સૌથી કામયાબ ખેલાડી —

૧૯૮૩માં કપિલદેવના નેજા હેઠળ ભારતીય ટીમે વિશ્વકપ જીત્યો એ પછી ભારતને બીજી વાર આવો મોકો ૨૦૧૧માં મળ્યો. ૨૦૧૧નો વિશ્વકપ ભારત યુવરાજને લીધે જીત્યું એમ કહેવું ખોટું નથી. યુવરાજસિંહે ‘મેન ઓફ ધ ટુર્નામેન્ટ’નો ખિતાબ મેળવ્યો હતો. ૩૬૨ રન અને ૧૫ વિકેટ સાથે તે આ ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ પ્લેયર બનેલ.

Image Source

કેન્સર સામે જીત —

કહેવા પ્રમાણે, યુવરાજસિંહને ફેફસાંમાં કેન્સરનું ટ્યુમર હતું તેનાં લક્ષણો તો ૨૦૧૧ના વિશ્વકપથી જ દેખાયેલ પણ યુવરાજે તે કળાવા નહોતું દીધું. એ બાદ તેમણે અમેરિકા જઈને કેન્સરનો ઇલાજ કરાવ્યો. આમ મેદાનમાં જીત અપાવનાર આ ખેલાડી જીંદગી સામે પણ ટક્કર થોભી ગયો. નીલ આર્મસ્ટ્રોંગની આત્મકથા એણે હોસ્પિટલના બિછાને વાંચી અને એમાથી હિંમત મેળવી હતી.

Image Source

બાદમાં યુવરાજે ફરીવાર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું પણ પછી એમનું પર્ફોમન્સ પહેલાં જેવું ના રહ્યું. ફેન્સ જે રમતનો ઇંતજાર કરતા હતા એ બહુધા તો યુવરાજ તરફથી જોવા ના મળી. છતાં, આઇપીએલ અને બાદમાં ઓસ્ટ્રેલિયા સહિતની ટીમો સામે રમેલી અમુક ઇંનિગ્સ યાદગાર રહી. પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ તેણે વેસ્ટ-ઇન્ડીઝ સામે રમેલી. આ વન-ડે મેચ એન્ટીગુઆમાં ૨૦૧૭માં રમાયેલી. ૨૦૧૯ની ગઈ આઇપીએલની સિઝનમાં તે મુંબઇ ઇન્ડીયન્સ તરફથી રમેલ, પણ રમવાનો યોગ્ય મોકો નહોતો મળ્યો.

Image Source

ક્રિકેટ કરિયરનું સરવૈયું —

યુવરાજે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં ૩૦૪ વન-ડે, ૪૦ ટેસ્ટ અને ૫૮ ટી-ટ્વેન્ટી મેચ રમી છે. આ બધામાં તેમણે કરેલા કુલ રનનો જુમલો ૧૧,૭૭૮નો છે અને લીધેલી વિકેટ ૧૪૮ છે.

વિદેશી T20 મેચોમાં રમશે —

યુવરાજસિંહ કહે છે કે, તે આઇસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-ટ્વેન્ટીની લીગ મેચોમાં રમશે. તેમને ઓફર પણ મળી રહી છે. કેનેડાની GT20, આયરલેન્ડ અને હોલેન્ડની યુરો T20ના સ્લેમમાં તે રમશે.

Image Source

એક જાંબાજ બેટ્સમેન, ઉમદા બોલર અને ચપળ ફિલ્ડર તરીકે યુવરાજની યાદ કાયમ માટે રહેવાની. સાથે એક વ્યક્તિ તરીકે પણ એ ઉમદા સ્વભાવ ધરાવે છે તેની ના નહી.

બાય બાય યુવી!

Author: કૌશલ બારડ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here