ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

19 વર્ષ દેશની સેવા કરીએ ભારતના આ મહાન ક્રિકેટરએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સન્યાસ

ભારતીય ક્રિકેટ ટીમને બે વાર વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર 37 વર્ષીય ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લઇ લીધો છે. તેઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ વાતની જાહેરાત કરી, આ દરમ્યાન યુવરાજ સિંહ ભાવુક થયેલા જોવા મળ્યા.

Image Source

યુવી છેલ્લા થોડા સમયથી ભારતીય ટીમથી બહાર હતા અને ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થઇ રહયા ન હતા. યુવરાજને આઈપીએલમાં પણ મુંબઈ ઇન્ડિયન્સે શરૂઆતની મેચો બાદ ટીમથી બહાર કરી દીધા હતા. એવામાં તેમના સન્યાસની અટકળો લગાવવામાં આવી રહી હતી, અને આજે તેમને સન્યાસની ઘોષણા કરીને ક્રિકેટને અલવિદા કહી જ દીધું.

Image Source

જણાવી દઈએ કે યુવરાજ વિશ્વના એવા એકલા ક્રિકેટર છે કે જેમને અંડર-19, વનડે વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ જીત્યા છે. ટી-20 ક્રિકેટમાં એક ઓવરમાં 6 છગ્ગા મારવાવાળા એક માત્ર બેટ્સમેન છે. આ સિવાય 2011નો વર્લ્ડ કપ જીતાવવા પાછળ પણ તેમની મહત્વની ભૂમિકા હતી. તેમને ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Image Source

વર્લ્ડ કપ જીત્યા બાદ તેમને કેન્સર હોવાની જાણ થઇ હતી. આ પછી તેમને દુશ્મનને હરાવે એ રીતે કેન્સરને માત આપી હતી. કેન્સર સામે જંગ જીત્યા બાદ યુવરાજે ક્રિકેટના મેદાન પર વાપસી કરી હતી, પણ કોઈ ખાસ પ્રદર્શન ન કરી શકવાના કારણે તેઓ ટિમમાંથી બહાર હતા.

Image Source

યુવરાજે સન્યાસ લેવાની જાહેરાત કરતા કહ્યું કે ક્રિકેટમાં 25 અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 વર્ષ ઉતાર-ચઢાવ બાદ હવે મેં આગળ વધવાનો નિર્ણય લીધો છે. તેઓએ કહ્યું કે આ રમતે મને ઘણું બધું શીખવ્યું છે, કે કેવી રીતે લડવાનું અને પડયા પછી કઈ રીતે ઉઠવાનું અને આગળ વધવાનું છે.

ભાવુક થઈને તેમને કહ્યું ‘મેં ક્યારેય હાર નથી માની.’ આ સાથે જ કહ્યું કે ‘2011 વર્લ્ડ કપ જીતવું મારા માટે સપના બરાબર હતું. મેં પોતાના પિતાનું સપનું પૂરું કર્યું.’ યુવરાજે પોતાની કારકિર્દીમાં 304 મેચ રમ્યા હતા અને 8701 રન બનાવ્યા હતા.

Image Source

તેઓએ 58 ટી-20 મેચ પણ રમી હતી, જેમાં તેમને 1177 રન બનાવ્યા હતા. આ દરમ્યાન યુવરાજે 14 સેન્ચુરી અને 52 હાફ-સેન્ચુરી મારી હતી. તેઓએ 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડના પેસર સ્ટુઅર્ટ બ્રૉડ વિરુદ્ધ એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks