યુવરાજ સિંહે સોમવારના આંતરરાષ્ટ્રી ક્રિકેટમાંથી સન્યાસ લીધો. યુવરાજ સિંહે મુંબઈમાં યોજાયાએલી એક સમ્મેલનમાં આ ઘોષણા કરી હતી. આ ઘોષણા કરતા સમયે તે ખુબ જ ભાવુક થઈ ગયા હતા. તેમનું કરિયર એક રોલર-કોસ્ટર જેવું છે. યુવરાજની આ ઘોષણા પછી કેટલાક કલાકારોએ તેમને શુભકામના આપી છે અને તેમના આ પારીને સલામ કરે છે.

સન્યાસની ઘોષણા પછી હેજલ કીચે યુવરાજ માટે એક પોસ્ટ લખી હતી. હેજલે પ્રેસ કોન્ફરેંસ કરતા યુવરાજની એક ફોટો પણ શેર કર્યો હતો. તેની આ પોસ્ટ જોઈને યુવરાજની એક્સ ગર્લફ્રેન્ડે પણ રિપ્લાઈ કર્યો હતો અને આ રિપ્લાઈ ખુબજ વાઇરલ થયો. યુવરાજની ગર્લફ્રેન્ડે બીજું કોઈ નહીં પણ કિમ શર્મા છે.

હેજલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આમ આ યુગનો અંત આવ્યો. પોતાના પર ગર્વ કરો. અને આગળના ચેપ્ટરની તરફ વધો. ખુબ જ પ્રેમ.’ તેના પછી કિમે પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું, ‘તમારી બંનેની જોડી ચમકતી રહે.’ કીમની આ કોમેન્ટ જોઈએને બધા લોકો હેરાન થઇ ગયા.
જણાવીએ કે યુવરાજ અને કિમ લગભગ 4 વર્ષ સુધી સાથે રહયા હતા. 2007 માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. એવું કહેવામાં આવે છે કે યુવરાજની માતાને કિમ પસંદ ન હતી. યુવરાજે માતાની વાત માનીને કિમ સાથે સંબંધ છોડી દીધો. આ ઉપરાંત યુવરાજ સિંહનું નામ દીપિકા પાદુકોણ, પ્રીતિ ઝીંટા અને રિયા સેનની સાથે પણ જોડાયું હતું.
Well played @YUVSTRONG12 A standing ovation for some unforgettable moments in sport . May your next phase be as smashing with @hazelkeech 💕
— Kim Sharma (@kimsharma3) June 10, 2019

હેજલ અને યુવરાજની લવ સ્ટોરીની વાતકરીએ તો એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, અમે સળંગ એક-બીજાને મળતા હતા પણ ત્યારે મને એ ખબર ન હતી કે હું યુવરાજને પસંદ કરવા લાગી છું. આ વાતની મને ત્યારે ખબર પડી જ્યારે યુવરાજે મને પ્રપોઝ કર્યું અને મે યુવરાજનું પ્રપોઝ સ્વીકારી લીધું. બંનેના લગ્ન 30 નવેમ્બરના 2016 માં થયા હતા.

ચાલો યુવરાજના કેટલાક ખાસ મોમેન્ટ વિષ જાણીએ. એક છે તમને 2007માં યોજેલ વૉલ્ડકપ ટી-20 માં ઇંગ્લેન્ડનો ખેલાડી સ્ટુઅર્ટ બ્રોડના છ બોલમાં છ સિક્સ મારી હતી. યુવરાજે 2000 પહેલો વનડે, 2003માં પહેલી ટેસ્ટ અને 2007માં પહેલી ટી-20 મેચ રમ્યા હતા. ચંડીગઢમાં 1981 માં જન્મેલ યુવરાજે ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 મેચ રમ્યા છે. ટેસ્ટમાં તેમને ત્રણ શતક અને 11 અર્ધશકની મદદથી કુલ 1900 રન બનાવ્યા છે. જ્યારે વનડેમાં તેમને 14 શતક અને 52 અર્ધશકની મદદથી કુલ 8701 રન બનાવ્યા છે. ટી-20 માં તેમને કુલ 1177 રન બનાવ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks