ખબર

OMG: યુવતીએ તેના લગ્નને લઈને સાસરા પક્ષ પાસે એવી મૂકી શરત કે લોકો અચરજમાં મુકાયા

આજે દેશમાં પર્યાવરણલઈને જાગૃતતા આવી ગઈ છે. ત્યારે લોકો પર્યાવરણ બચાવવા માટે નિતનવા ઉપાયો કરતા રહે છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે. પર્યાવરણ બચાવવા માટે એક યુવતી તેના લગ્ન માટે અનોખી શરત રાખી હતી.

Image Source

ગ્વાલિયરના ઇન્દ્રમણી નગરમાં રહેતા પંડિત અશોક દુબેની પુત્રી નીતુ શહેરમાં શિક્ષિકા તીરકે નોકરી કરે છે. નીતુના લગ્ન શ્યોપુરના ડો.આશુ સાથે નક્કી કરવાંમાં આવ્યા હતા. ત્યારે નીતુએ તેના ભાઈ દ્વારા સાસરા પક્ષ પાસે 100 ઝાડ ઉગાડવાની માંગણી કરી હતી. 100 ઝાડ ઉગાડ્યા બાદ જ તમે જાનને લઈને મટે ઘરે આવી શકો છો. નીતુએ શરત મુક્ત પહેલા સાસરા પક્ષવાળા હેરાન થઇ ગયા હતા. બાદમાં માની ગયા હતા. તેને વાળો કર્યો હતો કે, તે 1 મહિનામાં 100 ઝાડ ઉગાડશે એન તેની જિંદગીભર ઉછેર કરશે.

Image Source

ડો. આશુના પિતા ઉપેન્દ્ર દીક્ષિત ખુદ એસડીઓપી છે. અને તેને વચન આપ્યું હતું કે, સ્યોપુર જિલ્લા પ્રસાશન સાથે વાતચીત કરીને ઝાડ ઉગાડવા માટે જગ્યા લેવામાં આવશે.

નીતુએ આ બાબતે કહ્યું હતું કે, આજકાલ ટિવ અને અખબારમાં ખબરો ચમકતી જ રહે છે. લોકો ગરમીને કારણે મરી રહ્યા છે.મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લોકો એક ડોલ પાણી માટે પણ તરસે છે. આ બધું જોવું અને સાંભળવું બહુ જ દુઃખદજનક ઘટના કહેવાય. હું મારા પરિવાર અને મિત્રો સાથે વૃક્ષારોપણમાં સાથ સહકાર આપું છું. મને લાગ્યું કે હું મારા લગ્નમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ માટે એંક સારું કામ કરીશ. એટલા માટે મેં આ શરત રાખી હતી. અને મારા સસરા વાળાએ આ શરત માનીએ મારા માટે બહુજ ખુશીની વાત છે.

Image Source

વરરાજાના પિતા ઉપેન્દ્ર દીક્ષિત જણાવ્યું હતું કે, હું સમયે-સમયે વૃક્ષારોપણ કરું જ છું, પુત્રવધુની 100 વૃક્ષારોપણ કરવાની ઈચ્છાને સાંભળીને મને વધુ સારી લાગ્યું અને મેં તેને વાળો કર્યો છે કે, પુત્ર અને પુત્રવધુની હાઇટના 100 વૃક્ષ ઉછેરીશ. આ બાબતે પ્રસાશન સાથે વાતચીત પણ થઇ ગઈ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks