ખબર

પઠાણ બંધુઓ પૂરપીડિતો માટે બન્યા ભગવાન, આવી રીતે કરે છે મદદ- લોકોએ સોશિયલ મીડિયામાં શેર કર્યા ફોટો અને વિડીયો

દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પુર આવ્યા છે. જેના કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જેમાં ગુજરાતનું વડોદરા પણ બાકાત નથી રહ્યું. વડોદરામાં 2 દિવસ સુધી લગાતાર વરસાદ આવતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Image Source
પૂરના કારણે લોકોને તેની પ્રાથમિક જરૂરિયાત માટે પણ તકલીફોનો સામનો કરવો પડે છે. પીડિતો માટે ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ ફરિસ્તો બનીને આવ્યા છે.

પઠાણ બંધુ અને તેની ટિમ વડોદરામાં પૂર પીડિત લોકો માટે ખાવા-પીવાનું અને પ્રાથમિક જરૂરિયાતની મદદ કરે છે. પઠાણ બંધુના આ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વિડીયો અને ફોટા સ્થાનિક લોકોએ તેના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. 36 વર્ષીય ઈરફાન ખાન રસોઈ બનાવતો અને લોકોને આપતો પણ નજરે ચડ્યો છે. આ ભગીરથ કાર્યમાં સ્થાનિક યુવાનો પણ તેની મદદ કરે છે.

પઠાણ બંધુઓ પૂરપીડિતો માટે તનતોડ મહેનત કરી મદદ કરે છે. ઈરફાન ખાનના એક પ્રસંશકે ટ્વીટર પર મદદ માંગી હતી. આ પ્રસંશકે ટ્વીટમાં પઠાણ બંધુને ટેગ કર્યા હતા.જેના ટ્વીટમાં લખ્યું હતું કે, એક હોસ્ટેલમાં છોકરીઓ વરસાદને લઈને ફંસાઈ ગઈ છે. તેઓને છેલ્લા ઘણા દિવસથી ભોજન પણ નથી મળ્યું. થોડી જ કલાકોમાં ઈરફાન ખાને જવાબ આપતા જણાવ્યું હતું કે, તેની ટિમનું કોઈ વ્યક્તિ જલ્દી જ તે છોકરીઓનો સંપર્ક કરી તેની મદદ કરશે.

જણાવી દઈએ કે, પઠાણ બંધુ આજકાલ ભારતીય ટીમની બહાર છે. ઈરફાન ખાન ગત સીઝનમાં જમ્મુ-કાશ્મીર ટિમના મેન્ટર અને પ્લેયર હતા. તો યુસુફ આજે પણ વડોદરા ટીમનો હિસ્સો છે. યુસુફે આ વર્ષે આઈપીએલમાં પણ રમ્યો હતો. હૈદરાબાદ તરફથી રમેલી 10 મેચમાં 40 રન બનાવ્યા હતા. તો ઈરફાન ખાન કમેન્ટ્રી કરતો નજરે ચડે છે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks