ખબર

યુવરાજ સિંહના સન્યાસ પર બોલ્યા બોલિવૂડના કલાકારો, જાણો ભાભી અનુષ્કા અને અન્ય સેલિબ્રિટીએ શું કહ્યું

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટમાંથી સન્યાસ લીધો આ વાત જાણીને કેટલાક લોકો હેરાન છે. સોમવારે યુવરાજે અચાનક પ્રેસ કોન્ફ્રેંસ કરી અને તેમાં તેમને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું જાહેર કર્યું હતું. આવું જાહેર થતા જ લોકો સોશ્યિલ મીડિયામાં તેમને વધામણી આપવા લાગ્યા હતા તેમના કરિયર માટે. તેમને ફેન્સ તેમને આ નિર્ણય ભાવુક થઇ ગયા હતા. યુવરાજ સિંહે એવી પારીઓ રમ્યા છે કે જે લોકો ક્યારેય નહિ ભૂલે.

Image Source

વિરાટ અને યુવરાજ પાકા મિત્રો છે. તેમને કેટલીકવાર સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. યુવરાજ અનુષ્કાને રોજી ભાભી કહીને બોલાવે છે. અનુષ્કા શર્માએ યુવરાજને ટ્વીટમાં યોદ્ધા કહ્યું છે. તેમને લખ્યું છે કે યુવરાજને આ બધી યાદો માટે ધન્યવાદ અને આગળ લખ્યું છે કે તે એક વોરિયર અને લોકોમાટે પ્રેણના છે અનુષ્કાએ યુવરાજને આગળની પારી માટે શુભકામના પણ આપી છે. અનુષ્કાની આ પોસ્ટમાં યુવરાજ સિંહે રિપ્લાઈ કરતા કહ્યું છે કે થેંક્યૂ રોજી ભાભી, ભગવાનની કૃપા તમારા પર બની રહે.

બોલિવૂડની અભિનેત્રી રવીના ટંડને ટ્વીટ કર્યું છે, ડિયર યુવરાજ સિંહ…દિલ તોડવાવાળો પણ હિંમત વાળો નિર્ણય. તમે કાયમ તમારી શાનદાર પારીથી અમારું મનોરંજન કર્યું છે. તમે ભારતને સમ્માનિત કર્યું છે. તમે આ માટીના સાચા દીકરા છો. 6 સિક્સ, ઇંગ્લેન્ડની સામે રમેલ ટી-20 વર્લ્ડ કપ, અમારા મગજમાં કાયમ જીવતા રહેશે. તમને ભવિષ્ય માટે શુભકામના.

નેહા ધૂપિયાએ લખ્યું છે કે, જયારે પણ મને આ સવાલ પૂછવામાં આવશે કે તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે તો હું કાયમ તમારું જ નામ લઇસ. યુવરાજ તમને હમેશા યાદ કરવામાં આવશે.

બોલિવૂડ અભિનેતા વરુણ ધવને લખ્યું છે, ધન્યવાદ યુવરાજ સિંહ આ બધી યાદો માટે અને રમત પ્રત્ય હમેશા એક શાનદાર રાજદૂતના રૂપમાં પોતે રજૂ કરવા માટે.

અનુપમ ખેરે ટ્વીટ કરતા લખ્યું છે, યુવરાજ તમે દુનિયાના લખો ભારતીયોને ખાલી મહાન ક્રિકેટરના રૂપમાં નહીં પણ એક એવા વ્યક્તિના રૂપમાં પણ પ્રોત્સાહિત કાર્ય છે, જે કેવળ વિજેતા જ રહ્યા છે. તમારા જેવા લોકો રીટાયર નથી થતા. અમે કાયમ તમારી તાકાત અને સાહસના વખાણ કરશું.

જણાવીએ કે યુવરાજ સિંહે કેન્સરથી લડતા લડતા ભારતને 2011ના વિશ્વ કપ જીવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેઓ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બન્યા હતા. યુવરાજે ભારત માટે 304 વનડેમાં 8,701 રન બનાવ્યા છે. યુવીએ વર્ષ 2000માં કેન્યાની સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું અને તેમને છલ્લી વનડે મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks