વધુ એક યૂટયૂબરે ઉડાવ્યા બધાના હોંશ, બે પત્નીઓ સાથે કેમેરા સામે બતાવી પોતાની પૂરી કહાની

બે પત્નીવાળા અરમાન મલિકની રાહ પર આ યૂટયૂબર ? પ્રેમ કે પછી વ્યુઝ માટે દેખાડો ? જુઓ

અરમાન મલિક પછી હવે બે પત્નીઓવાળા વધુ એક યૂટયૂબરે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી છે. અમે વાત કરી રહ્યા છીએ સની રાજપૂતની જે પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે અને ખાસ કરીને યુટ્યુબ પર તેના વીડિયો વાયરલ પણ થાય છે. સનીને બે પત્નીઓ રૂપ રાજપૂત અને માનસી રાજપૂત છે. હાલમાં જ તેને ઈન્સ્ટાગ્રામ પર બંને પત્નીઓના વીડિયો પોસ્ટ કરવા બદલ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

સની રાજપૂત લોકપ્રિય છે જે સની ફેમિલી યુટ્યુબ ચેનલ ચલાવે છે તેના 2 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ પણ છે. તે પોતાની પ્રોફાઇલ પર પોતાને ડિજિટલ કન્ટેન્ટ મેકર અને ફેમિલી એન્ટરટેઇનર તરીકે વર્ણવે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર પણ 2 લાખથી વધારે ફોલોઅર્સ છે. તેની બંને પત્નીઓ રૂપ અને માનસીના પણ સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે. સની રાજપૂતની બીજી યૂટયૂબ ચેનલ @SunnyRajput છે જેના 5,000 સબ્સ્ક્રાઇબર્સ છે.

આ ચેનલ પર તે પોતાના અને તેના પરિવારના રોજીંદી દિનચર્યાથી લઈને અંગત જીવન સુધીના વિડીયો આપતો રહે છે. સની રાજપૂતના રોજિંદા જીવનને દર્શાવતા વીડિયોની ઈન્ટરનેટ પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. સનીએ હાલમાં જ ત્રણેક સપ્તાહ પહેલા યૂટયૂબ પર પોતાની બંને પત્નીઓ સાથેની લવ સ્ટોરીનો વીડિયો શેર કર્યો હતો. જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસથી યૂટયૂબર અરમાન મલિક તેની બંને પ્રેગ્નેટ પત્નીઓને કારણે ઘણો ચર્ચામાં છે.

અરમાન મલિક રોજિંદા જીવનના નિયમિત રીતે વીડિયો પણ શેર કરે છે અને તે ઇન્ટરનેટ પર વાયરલ પણ થાય છે. યુટ્યુબર અરમાન મલિકની પણ બે પત્નીઓ છે અને તેને પહેલી પત્ની પાયલ મલિકથી એક દીકરો ચિરાયુ છે. હાલમાં જ અરમાનની બીજી પત્ની કૃતિકા મલિક માં બની છે અને તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે હવે અરમાનની પહેલી પત્ની પાયલ પણ થોડા દિવસોમાં તેના જોડિયા બાળકોને જન્મ આપવાની છે.

અરમાન વીડિયોના કારણે અવારનવાર સમાચારમાં રહે છે કારણ કે અરમાનને બે પત્નીઓ છે અને તેની બંને પત્નીઓ એકસાથે પ્રેગ્નેટ પણ થઇ હતી. જો કે, અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે એકવાર સ્પષ્ટતા કરી હતી કે તેનું બે-ત્રણવાર મિસકેરેજ થઇ ગયુ હતુ અને તે બાદ તે કુદરતી રીતે માતા બની, જ્યારે પાયલ ટ્રીટમેન્ટની મદદથી બીજીવાર પ્રેગ્નેટ થઇ છે.

Shah Jina