મનોરંજન

મશહૂર સેલિબ્રિટી પુનીત કૌરે લગાવ્યો રાજ કુંદ્રા પર ગંભીર આરોપ, કહ્યુ- એ ગંદી એપ્લિકેશન માટે મને……

ભગવાન કરે તે જેલમાં સડે, આ દિગ્ગજ સેલિબ્રિટીએ જાણો શું શું કહ્યું

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોગ્રાફી કેસમાં સોમવારના રોજ ધરપકડ થઇ હતી અને તે બાદ મંગળવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 23 જુલાઇ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમની ધરપરડ બાદથી જ ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે. હાલમાં જ મશહૂર યૂટયૂબર પુનીત કૌરે રાજને લઇને ખુલાસો કર્યો છે.

પુનીત કૌરનો આરોપ છે કે રાજ કુંદ્રાએ તેને ડાયરેક્ટ મેસેજ કર્યો હતો. કારણ કે તે બિઝનેસમેનની મોબાઇલ એપ હોટશોટ્સ સાથે જોડાઇ શકે. જો કે, પહેલા તેને લાગ્યુ હતુ કે આ કોઇ સ્પેમ મેસેજ છે. પુનીતે રાજ કુંદ્રા પર આ આરોપ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી લગાવ્યા છે.

પુનીતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક રીપોર્ટ્સ શેર કરી છે જેના કોપ્શનમાં તેણે લખ્યુ કે બ્રો, શું તમે યાદ છે આપણા વેરિફાઇડ ડાયરેક્ટ મેસેજ. જયાં મને હોટશોટ્સ માટે મેસેજ કર્યા હતા ? આ કેપ્શન પુનીતે તેના એક મિત્રને ટેગ કરીને લખ્યુ હતુ. પોતાની આગળની પોસ્ટમાં પુનીતે દાવો કર્યો હતો કે તેને પહેલા લાગ્યુ હતુુ કે આ મેસેજ SPAM છે.

તેણે આગળ લખ્યુ કે, આખરે આ માણસ જેલમાં સડી રહ્યો છે. ફિલ્મો બનાવવાના રેકેટમાં રાજ કુંદ્રાનું નામ પહેલીવાર સામે આવ્યુ નથી. આ પહેલા મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે અને એક અન્ય મોડલ સાગરિકા શોના પણ પણ બિઝનેસમેન રાજ પર ગંભીર આરોપ લગાવી ચૂકી છે.

સાગરિકાનો આરોપ હતો કે રાજ દ્રારા જ આ રેકેટ ચલાવવામાં આવતુ હતુ. સાગરિકાએ એક પ્રેસ કોન્ફરેંસમાં જણાવ્યુ હતુ કે, તેેમની પાસે એક વેબસીરીઝની ઓફર આવી હતી, જે રાજ તરફથી મળી હતી. સાગરિકાનો આરોપ હતો કે રાજની કંપનીએ તેના કપડાં ઉતારીને ઓડિશનની માંગ કરી હતી. જેને માટે તેને ના કહી દીધી હતી.