આ ફેમસ યૂટયૂબર વિરૂદ્ધ પોલિસ એક્શનમાં, બેંક ખાતા કર્યા સીલ, ઘરની કેટલીક વસ્તુઓ પણ કરી જપ્ત

આ પ્રખ્યાત યૂટયૂબરના ઘરથી ફ્રિજ, ACથી લઇને જ્વેલરી સુધી જપ્ત, બેંક ખાતા પણ સીલ- જાણો પૂરો મામલો

ગુરુગ્રામમાં હનીટ્રેપ મામલે ફસાયેલી ફેમસ યૂટયૂબર નામરા કાદિર પર પોલિસે કાર્યવાહી કરી છે. નામરાના બેંક ખાતાને સીલ કરી દેવામાં આવ્યા છે અને સાથે તેના ઘરે પોલિસે AC, ફ્રિજ અને જ્વેલરી સહિત અન્ય સામાન પણ જપ્ત કર્યો છે. જણાવી દઇએ કે, નામરા અને તેના પતિ પર બાદશાહપુરના રહેવાસી બિઝનેસમેન દિનેશને હનીટ્રેપમાં ફસાવી 80 લાખ રૂપિયાની અવૈદ્ય વસૂલી કરવાનો આરોપ છે. નામરાની પોલિસે ધરપકડ કરી છે, જ્યારે તેના પતિની શોધ હજી ચાલી રહી છે. નામરા કાદિરે પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા છે.

રીપોર્ટ્સ અનુસાર, યુટ્યુબર નમરા કાદિરે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જણાવ્યું કે વેપારીને ફસાવીને તેણે પહેલા તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી પ્લાનિંગના ભાગરૂપે તેની પાસેથી પૈસા વસૂલ્યા. આરોપી નમરા કાદિરે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું કે કેવી રીતે તેણે જ્વેલરી ખરીદીને રિકવર થયેલી રોકડને સોનામાં ફેરવી. મીડિયા અહેવાલો મુજબ, બિઝનેસમેન દિનેશે ગુરુગ્રામમાં નામરા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંનેએ તેને હનીટ્રેમાં ફસાવ્યો

અને તેની વાંધાજનક તસવીરો લીધી અને વીડિયો બનાવી બ્લેકમેલ કરી 80 લાખ વસૂલ્યા. ફરિયાદમાં બિઝનેસમેને જણાવ્યું હતું કે તે ગુરુગ્રામમાં જ એક પ્રભાવક મીડિયા ફર્મ ચલાવે છે. જેના સંબંધમાં તે થોડા મહિના પહેલા નામરા કાદિરને મળ્યો હતો. ગુરુગ્રામમાં જ સોહના રોડ પરની એક હોટલમાં તે નામરાને પહેલીવાર મળ્યો હતો. બિઝનેસમેને નામરાના વીડિયો અને રીલ્સ સોશિયલ મીડિયા પર જ જોયા હતા. અને તેની સાથે કામ કરવાના ઇરાદે તેનો સંપર્ક કર્યો હતો. જે બાદ નામરા તેના પતિ સાથે આવી અને તેને મળી.

તેણે નામરા અને તેના પતિને તેની સાથે કામ કરવા આમંત્રણ આપ્યું હતું, જે બંનેએ સ્વીકાર્યું હતું અને ત્યારબાદ તેણે બંનેને એડવાન્સ તરીકે 2 લાખ રૂપિયા પણ આપ્યા હતા. બાદમાં એક જાહેરાતને લગતા કામના સંદર્ભમાં બંનેએ તેની પાસેથી એડવાન્સ તરીકે વધુ 50 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તે પછી કામ પૂરું થયું ન હતું, બંનેએ બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું શરૂ કર્યું હતું. રીપોર્ટ્સ અનુસાર જો પોલીસ સૂત્રોનું માનીએ તો, બિઝનેસમેને આ વર્ષના ઓગસ્ટ મહિનામાં જ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી,

ત્યારબાદ નામરા અને તેના પતિને પણ કેસની તપાસમાં જોડાવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી, તેણે 1 નવેમ્બરના રોજ ગુરુગ્રામની જિલ્લા અદાલતમાં આ કેસના સંબંધમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ 24 નવેમ્બરે નમરા અને તેના પતિ વિરુદ્ધ આઈપીસી કલમ 388 નોંધવામાં આવી હતી.

Shah Jina